રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઓનલાઇન અરજીઓ મંગાવાઇ - At This Time

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઓનલાઇન અરજીઓ મંગાવાઇ


બોટાદ જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવના વેચાણ માટે તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત બાજરીની ખરીદી આગામી તા.૧૭/૧૦/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે બાજરીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ બાજરી માટે રૂ।.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે

બોટાદ જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સ્થાનીકે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ. દ્વારા અથવા નજીકના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ના ગોડાઉનકેંન્દ્રો ખાતે તા.૦૧/૧૦/૨૦૨૨ થી તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે. જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવમાં આવે છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭-૧૨, ૮ - અ ની નકલ, નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમા ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે, જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક સાધવાનો રહેશે તેમ, જિલ્લા પુરવઠા મામલતદારશ્રી,બોટાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.