બોટાદ શહેર તથા જિલ્લાના લેબર કોન્ટ્રાકટરો, ખેત માલિકોએ નિયત નમુનામાં માહિતી રાખવા અંગેનું બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
તા.૦૪ ઓક્ટોબર : બોટાદ શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બનાવ બને તો તે બનાવને અંજામ આપનાર ઇસમ સુઘી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવાની આવશ્યકતાને ધ્યાને લઇ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામા દ્વારા ખેત માલીકો/લેબર કોન્ટ્રાકટરો જ્યારે પણ પોતાના ખેત/વાડીએ કામ અર્થે કોઇપણ મજુરને કામે રાખે ત્યારે નિયત નમુનામા દર્શાવ્યા મુજબ મજુર/ખેત મજુરની માહીતી પોતાની પાસે રાખવાની રહેશે તેમજ સબંધિત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
બોટાદ શહેર તથા જિલ્લાના લેબર કોન્ટ્રાકટરો ખેત માલીકોએ લેબર કોન્ટ્રાકટર/મુકાદમ (સપ્લાયર) નું પુરૂ નામ, સરનામું, મોબાઇલ નંબર સહીત, મજુર/ખેત મજુરનું નામ તથા ઉમંર વર્ષ, મજુર/ખેત મજુરનું હાલનું સરનામું તથા મોબાઇલ નંબર, મજુર/ખેત મજુરનું મુળ વતનનું સરનામું ગામ, તાલુકો, જીલ્લો, હાલની મજુરીનું સ્થળનું નામ,મજુર/ખેત મજુરના વતનના સ્થાનિક પો.સ્ટે.નું નામ તથા જિલ્લો અને ટેલીફોન નંબર, મજુર/ખેત મજુરના વતનના આગેવાન/સરપંચનું નામ, સરનામું સંપર્ક નંબર,મજુર/ખેત મજુર અગાઉ કોઇ પોલીસ ગુન્હામાં પકડાયેલ હોય તો તેની વિગત.,મુકાદમે/કોન્ટ્રાકટરે કયારથી મજુરી કામ માટે રાખેલ છે.
તેવી જ રીતે, મજુર/ખેત મજુરનું ઓળખ માટેનું આઇ.ડી.પ્રુફ (ફોટા સાથેનું), બોટાદ જીલ્લામાં કઇ તારીખથી મજુરી કામ કરે છે ? અને કઇ તારીખે જવાનો છે ?, બોટાદ જીલ્લામાં નજીકના સંબંધી કોઇ હોય તો તેનું નામ સરનામું અને સંપર્ક નંબર., મજુર/ખેત મજુરના ભાઇ/બહેનના નામ/સરનામા/મોબાઇલ નંબર,મજુર/ખેત મજુરના કાકા/માસાનાં નામ/સરનામા/મોબાઇલ નંબર અને હાલમાં જયાં રહે છે ત્યાં તેના ગામના કોણ છે ? તેના નામ, સરનામા, મોબાઇલ નંબરની સાથોસાથ મજુરનો તાજેતરનો ફોટો, મજુર/ખેત મજુરનું નામ, મજુર/ખેત મજુરની સહી/અંગુઠાનું નિશાન, મુકાદમ/સપ્લાયર/કોન્ટ્રાકટરનું નામ અને મુકાદામ/સપ્લાયર/કોનટ્રાકટરની સહી સાથેની વિગતો પોતાની પાસે રાખવાની રહેશે તેમજ સબંધિત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
સદરહું આ હુકમ તા.૦૫/૧૦/૨૦૨૨ થી તા.૦૩/૧૨/૨૦૨૨ સુધી (બંને દિવસો સુધ્ધા) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. ’’જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.’’
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.