ક્રૂડતેલ 5 ટકા ઉછળ્યું
મુંબઈ ઝવેરી બજારમાં આજે દશેરા પૂર્વે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉંચકાતા તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો નબળો પડતાં કિંમતી ધાતુઓની ઈંમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હતી અને તેના પગલે ઝવેરી બજારમાં ભાવમાં આગેકૂચ જોવા મલી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચેથી નીચો ઉતરતાં તતા બોન્ડ યીલ્ડમાં પણ પીછેહટ થતાં વૈશ્વિક સોનામાં ફંડ બાઈંગ વચ્ચે ઔંશદીઠ ભાવ ૧૬૬૦થી ૧૬૬૧ વાળા આજે ઉંચામાં ૧૬૭૦ થઈ ૧૬૬૮થી ૧૬૬૯ ડોલર રહ્યાના સમાચાર હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૧૯.૦૨થી ૧૯.૦૩ વાળા વદી ૧૯.૭૪થી ૧૯.૭૫ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૫૮૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૫૧૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૧૯૦૦ રહ્યા હતા.
દરમિયાન આજે ક્રૂડતેલના ઉત્પાદક દેશોની મિટિંગ બુધવારે મળવાની છે તથા આ મિટિંગમાં દૈનિક ઉત્પાદનમાં મોટો કાપ નક્કી કરવામાં આવશે એવી શક્યતા વિશ્વ બજારમાં ચપર્ચાતી થતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે ૪થી ૫ ટકા વધી ગયા હતા.
ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૭૯.૪૯ વાળા આજે ઉંચામાં ૮૩.૮૭ થઈ ૮૩.૩૪ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૮૫.૧૪ વાલા ૮૯.૩૦ થઈ ૮૮.૮૬ ડોલર રહ્યા હતા. ક્રૂડના ઉત્પાદક દેશો દૈનિક ઉત્પાદનમાં ૫થી ૧૦ લાખ બેરલ્સનો ઘટાડો કરશે એવી શક્યતા વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦૦૦ વાળા રૂ.૫૦૧૮૫ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૦૨૦૦ વાળા રૂ.૫૦૩૮૭ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૫૬૩૦૦ વાળા રૂ.૫૭૩૧૭ રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.