રાજકોટ : બીઆરટીએસ રૂટ પર પોલીસ વાન અને બાઇક ધડાકાભેર અથડાતાં ઘટના સ્થળે જ એકનું કમકમાટી ભર્યુ મોત - At This Time

રાજકોટ : બીઆરટીએસ રૂટ પર પોલીસ વાન અને બાઇક ધડાકાભેર અથડાતાં ઘટના સ્થળે જ એકનું કમકમાટી ભર્યુ મોત


રાજકોટ:
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે બીઆરટીએસ રૂટ પર પોલીસની પીસીઆર વાન અને બાઇક ધડાકાભેર અથડાતાં ઘટના સ્થળે જ એકનું કમકમાટી ભર્યુ મોત થયું છે. બનાવના પગલે માલવીયાનગર પોલીસના પીઆઈ સહિતનો સ્ટાફ દોડી ગયો છે, હાલ જરૂરી કાર્યવાહી કરી મૃતક બાઇક ચાલકને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે, બાઇક ચાલક કિશોર અથવા યુવાન વયનો હોય તેવું હાલ જણાય રહ્યું છે. તેના સગા કે પરિવાર જનોને જાણ કરવા તજવીજ કરાઈ છે.
બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો છે અને પીસીઆર વાન બોલેરોમાં પણ બોનેટના ભાગે નુકસાન થયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.