અવસર લોકશાહીનો... - At This Time

અવસર લોકશાહીનો…


હું મતદાન કરીશ અને કરાવીશ : બોટાદની શ્રી વી.એમ.સાકરિયા મહિલા કોલેજમાં નવરાત્રી મહોત્સવની સાથોસાથ મતદાર જાગૃતિ અભિયાન

લોકશાહીના મહાપર્વની ઉજવણી: વિદ્યાર્થિનીઓને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી

વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં સૌથી વધુ યુવા મતદારો છે. આ મતદારોમાં મતદાન માટે જાગૃતિ કેળવાય તથા કોઇ પણ મતદાતા મતદાનથી વંચિત ન રહે અને ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા પ્રેરાય તે માટે બોટાદની શ્રી વી.એમ.સાકરિયા મહિલા કોલેજમાં મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું.

ખાસ કરીને યુવા વર્ગ અને સ્કૂલ-કોલેજના સ્ટાફ, શિક્ષકો થકી મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નવરાત્રીના પર્વની મજા વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃતિ અભિયાનના સંગાથે માણી હતી. પ્રથમવાર મતદાન કરવા જનારા યુવા મતદારોને મતદાનની પ્રક્રિયાની સમજણ મળે તે હેતુથી બોટાદની મહિલા કોલેજમાં મતદાન કેવી રીતે કરવું, મતાધિકારનું મૂલ્ય શું છે, અને લોકશાહીમાં મતદાનનું કેટલું મહત્વ છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. બોટાદમાં વિદ્યાર્થિનીઓને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી હતી અને વધુને વધુ મતદાન થાય તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.