સર્વજન સુખાય સર્વજન હિતાય અર્થે પ્રધાનમંત્રીઆવાસ યોજના અમલી બનાવી કાચા મકાનો પાકા બનાવવા નો પ્રધાનમંત્રી શ્રીનો સંકલ્પ સાર્થકથઈ રહ્યો છે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વકતાપુર ગામે પાંચ લાભાર્થીઓ પૈકી હિરલબેન સુથારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા જિલ્લા સદસ્યો તથા જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને ડી.આર.ડી.એ.ના નિયામક વાજતે ગાજતે ગૃહ પ્રવેશ કરાવ્યો
**************
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આજે આસ્થા શ્રદ્ધા વિશ્વાસના પ્રતિક યાત્રાધામ અંબાજી ખાતેથી રાજ્યભરના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસોનું લોકાર્પણ અને લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. તે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે પાંચ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમ પૈકીના હિરલબેન સુથારને વાજતે ગાજતે આનંદ ઉલ્લાસ સાથે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી પાટીદાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આનંદ ઉલ્લાસ સાથે પાવન પગલાં પાડી આંગણીયુ દિપાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંકલ્પ,સર્વ જન સુખાય, સર્વ જન હિતાય મંત્રને પ્રધાનમંત્રીશ્રીએ સાકાર કરવાના સંકલ્પ સાથે કાચા મકાનો પાકા મકાનો બનાવવા ૨૦૨૨ સુધીમાં સૌને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવેલ જેનો લાખો લોકોને લાભ મળી રહ્યો છે. આજે અસંખ્ય લોકોને આવાસ અર્પણ કરવાનો કાર્યક્રમ સાથે ગૃહ પ્રવેશનો કાર્યક્રમ રાખ્યો છે.
તે તેમની દીર્ઘદૃષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે.આજે પાંચમાં નોરતે પ્રવેશ કરનાર સૌ લાભાર્થીઓની સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી માટે શુભેચ્છા પાઠવું છું.
હિંમતનગર તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 3200 આવાસો બનાવ્યા છે અને 609 મફત પ્લોટ ફાળવણી કરાઇ છે. પ્રધાનમંત્રી આવાસ માત્ર નહીં તેમાં વીજળી, શૌચાલય, નલ સે જલ પાણી ઉજજવલા ગેસ જોડાણ અને રહેવાલાયક પાકુ સુગમતાવાળું મકાન આપ્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ જનકલ્યાણનો આ યજ્ઞ આદર્યો છે. વિકાસની ગાથા સર્જીને ગુજરાતમાં આજે 1 લાખ 25 હાજર પ્રધાનમંત્રી આવાસમાં ગૃહ પ્રવેશ કરાવીને ગરીબોનું સ્વપ્ન સાકાર કર્યું છે. આજે વકતાપુરમાં ગૃહ પ્રવેશમાં સહભાગી થવાના અવસરને ઈશ્વરના આશીર્વાદસમો ગણાવ્યો હતો.
આજે સાબરકાંઠા જિલ્લામાં કુલ 229 ગામોમાં 725 પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓમાં જાણે આનંદ ઉલ્લાસનો પ્રસંગ હોય તે રીતે વાજતે ગાજતે ઢોલ નગારા, કુમકુમ તિલક, તોરણ, ફુગ્ગા રંગોળી અને આઈ. સી. ડી. એસ. દ્વારા વાનગી પ્રદર્શન તથા પ્લાસ્ટિક મુક્ત બેગનું મહાનુભાવોના હસ્તે ગ્રામજનોને વિતરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી આવાસના લાભાર્થી હિરલબેન સુથારે આનંદનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારે પહેલા કાચુ મકાન હતું મે ફોર્મ ભર્યું અને મને 1 લાખ 20 હજારની સહાય માત્ર 6 મહિનામાં જ મળી. આજે મારું પાકુ સુવિધાવાળું મકાન સરકાર તરફથી મળ્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અને આજે મારા ઘરે પધારે સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી આનંદવિભોર થઈ છું.
આ પ્રસંગે ગ્રામજનો દ્વારા મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના સરપંચશ્રી ઠાકોર સાહેબ સર્વશ્રી
જીતેન્દ્રસિંહ ઝાલા, પાર્થભાઈ પટેલ, લાલસિંહજી ઝાલા, મહિલાઓ ગ્રામજનો ઉપસ્થિત રહી જીવંત પ્રસારણને નજરે નિહાળ્યું હતું.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.