જિ.પં. સંકુલ રોડના નબળા કામનો રિપોર્ટ આવતા કોન્ટ્રાક્ટરને ફરી રોડનું કામ કરી દેવા આદેશ - At This Time

જિ.પં. સંકુલ રોડના નબળા કામનો રિપોર્ટ આવતા કોન્ટ્રાક્ટરને ફરી રોડનું કામ કરી દેવા આદેશ


રાજકોટ જિલ્લા પંચાયત સંકુલમાં સીસી રોડનું કામ નબળું થયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે કોંગ્રેસના સમયમાં બનેલા રોડની તપાસ માગી હતી. દોઢ વર્ષ બાદ આ રોડની તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યો છે. જેમાં રોડનું કામ નબળું થયાનો રિપોર્ટ આવ્યો છે. આથી કોન્ટ્રાક્ટરને ફરી રોડનું કામ કરી દેવા આદેશ આપવામાં આવ્યા છે. ભાજપ શાસિત જિલ્લા પંચાયત થતા પ્રમુખ ભૂપત બોદરે આ તપાસ સરકારી ધોરણે થાય તેવી માગ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.