ધંધુકા ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્રારા બોટાદ ગાંધીગ્રામ વચ્ચે વધુ પેસેન્જર ટ્રેન દોડાવવા ઉગ્ર માગ. - At This Time

ધંધુકા ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્રારા બોટાદ ગાંધીગ્રામ વચ્ચે વધુ પેસેન્જર ટ્રેન દોડાવવા ઉગ્ર માગ.


ધંધુકા ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્રારા બોટાદ ગાંધીગ્રામ વચ્ચે વધુ પેસેન્જર ટ્રેન દોડાવવા ઉગ્ર માગ.
ધંધુકા ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા બોટાદ ગાંધીગ્રામ વચ્ચે વધુ પેસેન્જર ટ્રેન દોડાવવા રજુઆત કરવામાં આવી હતી . ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા બોટાદ , ગાંધીગ્રામ અને અમદાવાદ વચ્ચે વધુ પેસેન્જર ટ્રેન દોડાવવા બાબબે પશ્ચિમ રેલવે ભાવનગર ડીવીઝનના ડી.આર. એમ ને રજુઆત કરવામાં આવી હતી કે ઓગેસ્ટ -૨૦૨૨ થી બોટાદ - ગાંધીગ્રામ - અમદાવાદ વચ્ચે પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં આવી છે જેના માટે આભાર વ્યક્ત કરે . પરંતુ હાલ બોટાદથી ગાંધીગ્રામ વચ્ચે સવારે એક બન્ને સાઈડ અને સાંજે એક બન્ને
સાઈડથી ટ્રેન ચાલે છે . અત્યારે નવરાત્રીનો સમય છે અને દિવાળી પણ આવી રહી છે . જેથી ખરીદી માટે બોટાદ - ધંધુકા - ધોળકા થી અમદાવાદ જવા માટે લોકોની આવન - જાવન વધશે જેથી હાલ બપોરના સમયે એક પણ ટ્રેન નથી તો બોટાદ - ગાંધીગ્રામ અમદાવાદ બંને સાઈડ માટે વધુ ટ્રેન ચાલુ કરવામાં આવે અને ગાંધીગ્રામ થી બોટાદ સાંજની ટ્રેન ખુબજ અનિયમિત ચાલે છે જે નિયમિત કરાવવા ઘટતું કરવા માટે ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી .

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.