હોસ્પિટલ ચોક, નાનામવા સર્કલ અને રામાપીર ચોકડી પરના ઓવરબ્રિજનું વડાપ્રધાન 19 ઓક્ટોબરે કરશે લોકાર્પણ
660 દિવસ બાદ 2.38 લાખ વાહનચાલકને ટ્રાફિકજામથી મળશે મુક્તિ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તક જે પાંચ બ્રિજના કામ ચાલી રહ્યાં છે તે પૈકી હોસ્પિટલ ચોકનો બ્રિજ પૂરો થઈ ગયો છે અને લોકાર્પણની તૈયારી ચાલી રહી છે પણ હવે તંત્રએ કામ બેવડીને એક નહિ પણ એકસાથે 3 બ્રિજનું લોકાર્પણ કરવા નક્કી કર્યું છે. રાજકોટ શહેરમાં અર્બન હાઉસિંગ નેશનલ કોન્ફરન્સ યોજાવાની છે જેના માટે પહેલા 17 ઓક્ટોબર નક્કી થઇ હતી અને હવે 19 તારીખ આવી છે. બે દિવસ મોડું થતા તંત્રએ હવે હોસ્પિટલ ચોક બ્રિજ ઉપરાંત નાનામવા સર્કલ અને રામાપીર ચોકડીના બ્રિજ ખુલ્લા મૂકવા નક્કી કર્યું છે જેના માટે 24 કલાક કામ કરવા સૂચના અપાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.