**માડી તારા અઘોર નગારા વાગે, મોર બની થનગનાટ કરે....* . - At This Time

**માડી તારા અઘોર નગારા વાગે, મોર બની થનગનાટ કરે….* .


**માડી તારા અઘોર નગારા વાગે, મોર બની થનગનાટ કરે....* .

*વિરપુર ખાતે માં ઉમિયાના ચોકમાં સાંજ પડશે ને દિવસ ઉગશે નો સર્જાશે માહોલ.*

*અર્વાચીન યુગમાં પણ પ્રાચીન પરંપરા ને ધબકતી રખાશે.*

સાંસ્કૃતિક વારસાના જતન માટે છેલ્લા ૪૮ વર્ષથી મહાશક્તિ ઉમિયા ના ચરણોમાં પૂજાના પાવન અવસરે નવે નવ દિવસ ગરબામાં સુર અને સંગીતના સામ્રાજ્ય સાથે ઈડર તાલુકાના વિરપુર ગામે ચોકમાં અવનવી રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે જેમાં નવી પરંપરા ની પહેલ સાથે પાટીદાર પરિવારો માટે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ ગરબાની નવે નવ દિવસ ધમાલ મચાવશે એટલું જ નહીં પાવન અવસરે મહાશક્તિ ના અવ નવા શણગારો સાથે મહા આરતી તેમજ લ્હાણી સહિતના આયોજન કરવામાં આવ્યા છે.

હિન્દુ ધર્મના સૌથી લાંબા ગણાતા નવલી નવરાત્રી પર્વનો આવતીકાલે સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે દર વર્ષની પરંપરા પ્રમાણે નવરાત્રીના નવે નવ દિવસ માતાજીને અવનવા શણગાર હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે ત્યારે અરવલ્લીની હાર માળાઓમાં આવેલા વિરપુર ગામે પાટીદારોની કુળદેવી ઉમિયાના ધામમાં ઉત્સવની ઉજવણીની પરંપરા આગવી રહી છે આમ તો માં શક્તિ નું અવતરણ એટલે નવરાત્રી માનવામાં આવે છે આ પાવન શક્તિના પર્વમાં નવ દિવસ પૂજન અર્ચન ની ઉર્જા નો સંચાર થાય છે મા ઉમિયાના ધામમાં આવતીકાલે સોમવારથી સાંજ પડશે ને દિવસ ઉગશે તેવો માહોલ સર્જાશે કારણકે પૂરા ચોકને રોશની નો ઝગમગાટ થી શણગારવામાં આવ્યું છે અને એમાં બેઠક માટેની સુંદર વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો આપતા આયોજકો પૈકીના એક પિયુષ પટેલે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી અમારા સહયોગી યુવાનોને સમગ્ર આયોજન નો ખરો યશ જાય છે. સૌના સહિયારા પુરુષાર્થથી સમગ્ર આયોજન થઈ રહ્યું છે વધુમાં બે વર્ષથી નવરાત્રીનો આનંદ માણવાની રહી ગયેલી કસર પૂરી કરવા આ વર્ષે ખેલૈયાઓને નવું નજરાણું પીરસવામાં આવશે સાથે ચોકમાં સુરીલી સરગમ વચ્ચે ખેલૈયાઓ થનગની ઊઠશે, માઈ મંડળની સ્થાપના ૪૮ વર્ષથી કરવામાં આવી છે અને સ્થાપનાનો હેતુ સહિયારા પુરુષાર્થ થતી પારિવારિક માહોલનું નિર્માણ કરવાનો છે આનંદ અને ઉત્સાહ સાથે વિવિધ પ્રસંગોને માણવાની સાથોસાથ માં શક્તિ સમા કુળદેવી મા ઉમિયા ના ચરણોમાં પૂજાના પાવન અવસરે વંદન કરતા દિવ્ય પર્વ પ્રાગટ્ય સમાન મહા આરતીનું આયોજન પણ કરાય છે અર્વાચીન યુગમાં પણ પ્રાચીન પરંપરા ને ધબકતી રાખવાની સાથોસાથ સમાજ શ્રેષ્ઠિઓ, વડીલો અને પરિવારજનોની ઉપસ્થિતિ વચ્ચે જ બાળકો અને યુવાનો નવરાત્રી મહોત્સવ ને માણે તેવા અનોખા આયોજનને સફળ કરવામાં છેલ્લા ૪૮ વર્ષથી સફળતા મળી છે કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર વિરપુર ખાતે સંસ્કારી, સુરક્ષિત અને ભક્તિ સભર વાતાવરણમાં નવરાત્રી મહોત્સવ યોજાશે અને અલગ અલગ અંદાજથી ભવ્યાતિભવ્ય અદભુત તેમજ વિશાળ ચોકમાં નવી પરંપરા ની પહેલ સાથે પાટીદાર પરિવારો માટે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.