ભાભર જલારામ ગૌશાળાએ પશુધન છોડ્યા બાદ ગામડાની ગૌશાળા નાં પશુધન મામલતદાર કચેરી એ પહોંચ્યા
સહાય નહીં ચુકવે તો ભાજપ ને વોટ નહીં આપવા ગૌસેવકોએ પ્રતિજ્ઞા લીધી
ભાભર ના ઉજજનવાડા ચિચોદરા ની ગૌશાળા ની ગાયો મામલતદાર કચેરીએ પહોંચી રાજ્ય સરકાર દ્વારા વષૅ 2022-23 ના બજેટમાં ગૌશાળા ગૌનિભાવ માટે 500 કરોડ જાહેરાત કરી આજદિન સુધી ગૌશાળા ને ફાળવવામાં ના આવતા સંચાલકો ગૌ સેવકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે ગત 21તારીખ બુધવારે સરકાર ને જગાડવા
મામલતદાર ને આવેદનપત્ર આપીને 48 કલાક સુધી સરકાર કાયૅવાહી નહીં કરવામાં આવે તો તમામ ગૌવંશઓ સરકારી કચેરી માં છોડી મુકવામાં આવશે તેવું અલ્ટીમેટમ આપવા છતાં કોઈ નિર્ણય ના આવતા
બનાસકાંઠા ના ભાભર ની જલારામ ગૌશાળા ના 10 હજાર જેટલા ગૌવંશો ને છોડી મુકવા સંચાલકો આકરાં પાણીએ જોવા મળ્યા હતા જે આજે હાઈવે પર ગૌવશો આવી જતા અફડાતફડી મચી હાઈવે પર અવ્યવસ્થા ના સર્જાય ગૌશાળા પાસે પોલીસ ખડકી દેવામાં આવી હતી ગૌશાળા માંથી ગૌવંશ છોડતા સરકારી કચેરી પહોંચે તે પહેલાં પોલીસ દ્વારા અટકાવ્યા
ભાભર જલારામ ગૌશાળા ના પશુધન છોડ્યા બાદ ગામડા ની ગૌશાળા ના પશુધન મામલતદાર કચેરીએ પહોંચ્યા મામલતદાર કચેરીએ ગાયો બાંધી સરકાર સામે વિરોધ કરવા વધુ ગાયો પહોંચે તે પહેલાં પોલીસે બેરીકેટ લગાવી ને અટકાવી પોલીસ પહોંચે તે પહેલાં પશુધન સરકારી કચેરી માં બાંધી દેવામાં આવી પોલીસે પશુધન રોકતા ગૌસેવકો હાઈવે પર બેસીને રામધુન બોલાવી હાઈવે ચક્કાજામ કર્યો ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા સાથે વોટ નહીં આપવા પ્રતિજ્ઞા લેવામાં આવી જલ્દી બજેટ ફાળવવામાં નહીં આવે તો સરકાર વિરુદ્ધ જવા ગૌ સંચાલકો સરકાર ને ગૌશાળા ની ચાવી આપી દેવા તૈયાર થયા છે
અહેવાલ પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.