એરપોર્ટ રોડ પર ડેરીમાં તોડફોડ કરી 80 લીટર દૂધ વહાવી દીધું,કાલાવડ રોડ પર ટેન્કર અટકાવીને રસ્તા પર ઢોળી નાખ્યું
રાજકોટમાં આજે માલધારી સમાજનો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઢોર નિયંત્રણના કાયદાના વિરોધમાં આજે માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ હાલ જે ધંધાર્થીઓ દ્વારા દૂધનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેમને પણ માલધારીઓના રોષનો શિકાર બનવું પડી રહ્યું છે. જ્યાં એરપોર્ટ રોડ પર દૂધની ડેરી પર માલધારીઓનું ટોળું ત્રાટક્યું હતું અને ડેરીમાં તોડફોડ કરી 80 લીટર દૂધ રસ્તા પર વહાવી દીધું હતું. જયારે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક દૂધનું ટેન્કર અટકાવીને દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું હતું. જેને પગલે દૂધની રેલમછેલ થઇ ગઇ હતી. સોખડા ચોકડી પર તો દૂધ ભરેલા કેનના કેન ખાલી ર્ક્યા હતા. જેને પગલે રસ્તા ઉપર રસ્તા પર દૂધની નદી વહેતી થઈ ગઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.