પિતાએ પ્રેમીને ઠપકો આપતા પુત્રીએ આપઘાતનો નિર્ણય કર્યો, 181ની ટીમે બચાવી લીધી - At This Time

પિતાએ પ્રેમીને ઠપકો આપતા પુત્રીએ આપઘાતનો નિર્ણય કર્યો, 181ની ટીમે બચાવી લીધી


પ્રેમિકા બીજા યુવક સાથે ચેટ કરતી હોય પ્રેમીએ હોસ્ટલે જઈને ધમાલ કરી

રાજકોટમાં અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતી રાધિકા અને મજૂરી અર્થે શહેરમાં આવેલા મોહનને એકબીજા સાથે પ્રેમ થયો હતો. રાધિકા સોશિયલ મીડિયામાં કોઈ બીજા યુવક સાથે વાતચીત કરતી હોવાની જાણ તેના પ્રેમીને થતા તેને હોસ્ટેલમાં જઈને થપ્પડ મારી હતી. આ ઘટનાની જાણ યુવતીના માતા-પિતાને થઇ હતી. આથી તેને યુવકને ફોન કરીને ઠપકો આપ્યો હતો. આથી યુવતીએ આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ 181ની ટીમે તેને બચાવી લેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.