આજે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમર અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી ચાલતી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના આંદોલનમાં સહકાર આપવા અને તેમની લડતને જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવાની ખાતરી આપવા પહોંચ્યા હતા. - At This Time

આજે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમર અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી ચાલતી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના આંદોલનમાં સહકાર આપવા અને તેમની લડતને જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવાની ખાતરી આપવા પહોંચ્યા હતા.

હાલના સંજોગો મોંઘવારી અને સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય કામગીરી સામે વળતરના નામે શોષણ કરવાની નીતિ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. મહિલાઓના સન્માન ની ખોખલી વાતો કરતા મહિલાઓના 17 દિવસની લડતના અંતે પણ તેમની કોઈ માગણી સંતોષવાની જગ્યાએ પડતર પ્રશ્નો બાબતે કોઈ ચર્ચા વિચારણા પણ કરતા નથી અને જન્મદિવસના નામે તાયફાઓ કરે છે. એક સન્માન જનક લઘુત્તમ વેતન ધારા મુજબ પણ વેતન આપતા નથી કે કાયમી કરવામાં આવતા નથી તેમ જ આંદોલનને તોડી ફોડી નાખવા માટે ધાક ધમકી અને નોકરીમાંથી છુટા કરવા દબાણ કરવામાં આવે છે તેની સામેની લડાઈમાં મહિલા કોંગ્રેસ અને સ્થાનિક જિલ્લા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો જ્યાં જરૂર પડે ત્યાં લડાઈમાં સાથે રહેશે તેવી ખાતરી આપવામાં આવી.

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.