માળીયા હાટીના વેપારીનું 4.75 લાખનુ સોનુ લઈને કારીગર ફરાર
માળિયા હાટીનાના સોની વેપારીને તેના જ કારીગરે રૂ.૪.૭૫ લાખનું સોનું લઈ પરત ન આપી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગેની વિગત પ્રમાણે માળિયાહાટીનાના લીમડા ચોક્માં હર્ષદ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અશ્વિનભાઈ ધીરજલાલ પાલા, વેરાવળમાં રહેતા અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતાં ક્લત્તાના સદામ શેખ પાસે છેલ્લા દસેક વર્ષથી કામ કરાવતા હતાં. આ કારીગરને તેમણે તા.૨૯-૮ના રોજ જુના દાગીના રીપેર કરવા તથા નવા દાગીના બનાવવા ૧૦૫ ગ્રામ સોનું આપ્યું હતું. તેમાં રીપેરિંગના દાગીના બે દી’માં પરત કરવા તથા નવા દાગીના બનાવી ચાર દી’માં આપવા જણાવેલ હતું. પરંતુ કારીગર સદામે દાગીના પરત કરવાને બદલે ગામ છોડી, મોબાઈલ બંધ કરી, પલાયન થઈ ગયો હતો આ કારીગરને આપેલ રૂ.૪ લાખ ૭૫ હજારના સોનાના માટે માળિયા હાટીનાના વેપારી વેરાવળ પહોંચી તપાસ કરતા કોઈ પતો ન લાગતા તેણે કારીગર સદામે વિશ્વાસ ઘાત કર્યાનું જણાતા માળિયા હાટીના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.