" ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કુબેર ભંડારીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jmjzazdtefetuc0i/" left="-10"]

” ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કુબેર ભંડારીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો “


રિપોર્ટ - નિમેષ સોની, ડભોઈ

( વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિને ભાજપા યુવા મોરચા દ્વારા )
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ડભોઈ દ્વારા ડભોઈ - દભૉવતિના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા ( સોટ્ટા)ની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાનાં કરનાળી ખાતેનાં કુબેર ભંડારી મંદિરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી યોજવામાં આવ્યો હતો. જેમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે " સેવા હી સંકલ્પ દિન "ની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના વિવિધ હોદ્દેદારો - કાર્યકર્તાઓ, વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, મંત્રી ડો. મહેન્દ્રભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ ( વકીલ), ડભોઈ શહેર ભાજપા પ્રમુખ ડૉ. સંદીપભાઈ શાહ, સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]