કેલનપુર ખાતે વીજ જોડાણ કાપવા ગયેલા કર્મીને લાફા મારનાર શખ્સ ને એક વર્ષની સજા ફટકારી .
કેલનપુર ગામમાં રૂા . 16 હજારનું વીજ બિલ બાકી હોવા છતાં બિલ ન ભરનાર શખ્સનું વીજ જોડાણ કાપવા માટે ગયેલા વીજ કંપનીના કર્મચારીને આરોપીએ ઉપરાછાપરી 4-5 લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને સરકારી કામમાં રૂકાવટ કરવાના ગુનામાં કસૂરદાર ઠેરવી 1 વર્ષની સખ્ત કેદ અને 1 હજારનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજાનો આદેશ કર્યો હતો .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.