અમદાવાદમાં સીએમના હસ્તે ઓડીટોરીયમ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઉદઘાટન કરાયું - At This Time

અમદાવાદમાં સીએમના હસ્તે ઓડીટોરીયમ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઉદઘાટન કરાયું


અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વસ્ત્રાલમાં ઓડીટોરીયમનું ઉદઘાટન કરાયું હતું. આ ઓડીટોરીયમને શ્યામાપ્રસાદ મુખર્જી નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત થલતેજમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ ઈ ઉદઘાટન સીએમના હસ્તે કરાયું છે.

આ દરમિયાન સીએમએ ઉપસ્થિત રહેતા જણાવ્યું કે, જે વિકાસ પ્રજાજનોએ અમારામાં મુક્યો તેનું વળતર પીએમના માર્ગદર્શનમાં વિકાસ થકી મળ્યું છે. આ વિકાસમાં છેવાડાનો માનવી કેવી રીતે જોડાય તેના માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે ગુજરાત મોખરાના સ્થાને છે. ખાસ કરીને રોડ રસ્તા, પાણી, વીજળી, કૃષિ ક્ષેત્રે અને ઔધોગિક એમ દરેક ક્ષેત્રે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. નાના માણસ સુધી પણ સરકારી યોજના પહોંચે તે માટેના પ્રયાસો હું અને મારી સરકાર કરી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ નવો અભિગમ 100 ટકા પહોંચે તેના માટેના પ્રયત્નો કર્યા છે. જે યોજના મળવા પાત્ર હોય તે યોજનાનો લાભ મળે તેના માટેનો પ્રયત્ન કર્યો છે. મહિલા સશક્તિકરણ માટેની યોજનાઓ પીએમએ બનાવી છે. શિક્ષણમાં નરેન્દ્રભાઈએ 100 ટકા એડમિશનનો પ્રયત્ન કર્યો છે. ફ્રી રાશનની વ્યવસ્થા પીએમએ કરી છે. તેમ સીએમ અમદાવાદમાં યોજાએલા આ કાર્યક્રમમાં કહ્યું હતું. આ દરમિયાન સાસંદો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમ હોલની વિશેષતા એ છે કે, 1000 લોકોની બેસવાની ત્યાં વ્યવસ્થા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.