વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો - At This Time

વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો


*વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો*
***************
*ખેલો અને ખીલો ૩૬ મી નેશનલ ગેમ્સ અવસરે જીતેગા ઇન્ડીયા જુડેગા ઇન્ડીયા નારા સાથે અભ્યાસની સાથે સાથે ખેલ પ્રત્યે ખેલદીલી દાખવી રમતો રમીએ*
- નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછર
******************

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વીરાવાડા સાયન્સ કોલેજ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ૩૬ મી નેશનલ ગેમ્સ અંગે એક્ટીવેશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત શાળા,કોલેજ અને યુનિર્વસિટીમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

આ પ્રસંગે વિધ્યાર્થીઓને સંબોધતા નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારે જણાવ્યુ હતુ કે આપણા રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતને રમત-ગમતની મહાસત્તા બનાવવાનું તેમનું વિઝન હતું. તેમની શુભેચ્છાઓ અને પ્રયત્નોથી આ સ્વપ્ન પરિપૂર્ણ થવા જઇ રહ્યુ છે અને આપણા વિવિધ રમતવીરોને ઘણી સફળતા મળી રહી છે.આજે ગુજરાત દેશની ૩૬મી નેશનલ ગેમ્સ રમત ગમતનું આયોજન કરવા સજ્જ છે. ગુજરાત ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે તે કોઈ સામાન્ય વાત નથી. આ વર્ષોથી બનાવવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પરિણામ છે. ગુજરાતમાં હાલમાં તમામ ૩૩ જિલ્લાઓમાં ૨૩૯ ઇનસ્કુલ શાળાઓ કાર્યરત છે. જે ગુજરાતના તમામ દૂર વિસ્તારોમાં પડેલી પ્રતિભાઓને ઓળખવાનું અને તાલીમ આપી પાયાના સ્તરેથી ઝળકાવવાનું અથાગ કામ કરે છે. હજી ૧૨૦ વધુ નવી શાળાઓ શરૂ કરવાનું પણ આયોજન છે. સમગ્ર ગુજરાતમાં ૨૩૯ શાળાઓમાં કુલ ૧,૨૪,૩૨૦ ખેલાડીઓ નિષ્ણાંત કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.તેમાંથી રમત ગમત ક્ષેત્રે પ્રતિભાવંત ખેલાડીઓ બહાર આવવાની અપાર શક્તિ સમાયેલી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાજ્યના લોકોના વિકાસ માટે છેવાડાના માનવીની ચિંતા કરીને લોકોનું જીવનધોરણ સુધરે તે માટે આવાસ, રોજગારી, શિક્ષણ, આરોગ્ય તથા લોકોના જીવનની વિવિધ જરૂરિયાતો માટે કેન્દ્ર રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ અમલમાં છે અને તેનો લાભ લોકો સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે માહિતી નિયામકશ્રીએ વિધ્યાર્થીઓને ખેલો અને ખીલો ૩૬ મી નેશનલ ગેમ્સ અવસરે જીતેગા ઇન્ડીયા જુડેગા ઇન્ડીયા નારા થકી અભ્યાસની સાથે સાથે ખેલ પ્રત્યે ખેલદીલી-રુચી દાખવી રમતો રમવી જોઇએ એમ જણાવી. ગુજરાતમાં પ્રાપ્ય વિવિધ સ્પોર્ટ સુવિધા સાથે માહિતી ખાતા દ્વારા કેન્દ્ર સરકાર- રાજ્ય સરકારની પ્રસાર- પ્રચારની કામગીરી અને ગુજરાત પાક્ષીક અને પ્રકાશનો તથા સોશિયલ મીડીયા અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ૩૬મી નેશનલ ગેમ્સની એન્થમની પ્રસ્તુતિ, માસ્કોટનું પ્રેઝન્ટેશન તથા સૌએ ફીટ ઇન્ડીયા અંગે શપથ ગ્રહણ કર્યા હતા.ત્યાર બાદ કોલેજના વિધ્યાર્થીઓએ ચેસ,ક્રિકેટ જેવી રમતો રમી ખેલ પ્રત્યેની રૂચી પ્રગટ કરી હતી.
આ કાર્યક્રમમાં કોલેજ પ્રીન્સિપાલશ્રી મોહિતભાઇ જોષી,શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી લલિતભાઇ પટેલ, ધર્મેન્દ્રભાઇ ભટ્ટ સહિત વિવિધ વિષયોના પ્રોફેસરશ્રીઓ અને મોટી સંખ્યામાં વિધ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત બેરણા ખાતેની ગ્રોમોર કોલેજ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામીની અધ્યક્ષતામાં કૌશલ્ય કુંવરબાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. અને કોલેજના વિધ્યાર્થીઓ દ્વારા કબ્બડ્ડીની મેદાની રમત રમાડવામાં આવી હતી. જેમાં વિધ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ૩૩ કોલેજોમાં વર્ગ-૧,૨ ના અધિકારીઓની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.

અહેવાલ
આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.