જો તમે ખરતા વાળથી હેરાન થઈ ગયા છો તો આ ઉપાય તમારા માટે છે
આજકાલ બીજી લાઈફ સ્ટાઈલ ના કારણે વાળનું ધ્યાન રાખવાનું બહુ મુશ્કેલ થઈ ગયું છે. ધૂળ અને પોલ્યુશનથી વાળ બહુ જ રફ થઈ જાય છે. સાથે જ વાળનું ટેક્સચર પણ ખરાબ થઈ જાય છે. જ્યારે વાળ જરૂર કરતાં વધારે ખરવા લાગે ત્યારે આ એક ચિંતાનો વિષય બની જાય છે. નવા વાળ ઉગાડવા માટે બજારમાં બહુ બધા પ્રોડક્ટ અવેલેબલ હોય છે. પરંતુ ક્યારેક એના સાઈડ ઈફેક્ટ પણ થઈ જાય છે. એવામાં તમારે નેચરલ રીતે વાળને ખરતા અટકાવવા જોઈએ. એના માટે અમે તમને ખાસ ઉપાય બતાવીશું. અહીં બતાવેલા ઉપાયોથી તમે ખરતા વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ખરતા વાળને અટકાવવા માટે જોજોબા ઓઇલ બહુ જ ઉપયોગી હોય છે. જો તમારા વાળ ખરતા હોય તો તમારે જોજોબા ઓઇલથી વાળની મસાજ કરવી જોઈએ. એક અઠવાડિયામાં બે વખત જોજોબા ઓઇલનો ઉપયોગ જરૂરથી કરો. આ સિવાય મેથી પણ ખરતા વાળને અટકાવવા માટે ઉપયોગી છે. આના માટે રાત્રે મેથીને પાણીમાં પલાળીને રાખો. સવારે એને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હેર માસ્ક તરીકે વાળમાં લગાવો. અડધાથી એક કલાક પછી વાળને પાણીથી ધોઈ નાખો. એક અઠવાડિયામાં તમે બે વખત આ ઉપાય કરી શકો છો. આનાથી તમારા નવા વાળ પણ આવશે. દોસ્તો, જો તમને અમારી આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો અને શેર જરૂર કરો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.