‘‘સહી પોષણ, દેશ રોશન’’ સાબરકાંઠા જિલ્લામાં ‘‘પોષણ માહ’’ની ઉજવણી - At This Time

‘‘સહી પોષણ, દેશ રોશન’’ સાબરકાંઠા જિલ્લામાં ‘‘પોષણ માહ’’ની ઉજવણી


‘‘સહી પોષણ, દેશ રોશન’’  સાબરકાંઠા જિલ્લામાં   ‘‘પોષણ માહ’’ની ઉજવણી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સગર્ભા અને ધાત્રીમાતાઓ, કિશોરીઓને યોગ અંગે સમજ અને પૌષ્ટિક આહારની જાણકારી આપી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

    તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે બાળકોનું તંદુરસ્ત સ્વાસ્થ્ય ખુબ જરૂરી છે. તેથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૦૮ માર્ચ ૨૦૧૮ના રોજ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે દર સપ્ટેમ્બર માસને  “પોષણ માસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે.

      સાબરકાંઠા જિલ્લામાં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ માહ અંતર્ગત મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે  જિલ્લાના "પોષણ માહ"ની ઉજવણીના ભાગરૂપે આઈ.સી.ડી.એસ વિભાગ, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ કાર્યક્ર્મો હાથ ધરવામાં આવ્યા છે. ઈલોલ પ્રાથમિક શાળા નંબર-૨મા  વિધ્યાર્થીઓને ઉમર પ્રમાણે આહાર વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જ્યારે કડોલીમાં સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓને યોગ અંગે સમજ આપી પૌષ્ટિક આહાર ની જરૂર અંગે સમજ આપી હતી.

      પોષણ માસ અંતર્ગત પોષણ પંચાયત, બાળકોની ઓળખ અને સ્ક્રીનિંગ કેમ્પ નું આયોજન, કિશોરીઓ અને મહિલાઓમાં માસિક અંગેની સમજ સગર્ભાસ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ કીશોરીઓ અને છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એનિમિયા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન, જળ વ્યવસ્થાપન અને વરસાદી પાણીના સંગ્રહ અંગે સમજ, સુપોષણ સંવાદ ની ઉજવણી, આંગણવાડી કેન્દ્રો ખાતે કિશોરોમાં ડાયાબિટીસના પ્રારંભિક નિદાન અને પ્રાથમિક તપાસ નું આયોજન, પાણીજન્ય રોગો - યોગ વિષય પર ચર્ચા, બાળકોના સ્વાસ્થ્ય પર પિતાની ભૂમિકા વિશે ચર્ચા, બાળકો પર રસીકરણ વિશેની ચર્ચા, પોષણ પંચાયતમાં આંગણવાડી કાર્યકરને બાજરીના લાભો વિશે માહિતી, પોષણ જાગૃતિ માટે ક્વિઝ અને નિબંધ સ્પર્ધાનું આયોજન રમત-ગમત દ્વારા પોષણ વિશે પ્રોત્સાહન, પરંપરાગત રસોઈ સ્પર્ધાનું આયોજન,ઔષધીય છોડોનું વાવેતર. અન્ન વિતરણ અને સગર્ભા, ધાત્રીમાતા, કિશોરીઓને ટી. એચ. આર.ના લાભોની સમજણ, કિશોરીઓની તેમના પોતાના અને તેમના સમુદાયના સ્વાસ્થ્ય વિશે જાણકારી પોષણ અંગે જાગૃતિ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

અહેવાલ આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.