અવસર છે લોકશાહીનો... - At This Time

અવસર છે લોકશાહીનો…


બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી મતદાન અંગે જાગૃતિ લાવવા અભિયાન

શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નવું નામ દાખલ કરાવવા, નામ કમી કરાવવા સહિતની બાબતો પર માર્ગદર્શન અપાયું

મતદારોને તેમના મતદાનનાં હક અને લોકશાહી માટે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુવા મતદારોને મતદાન પ્રક્રિયાથી પરિચીત કરાવવા મતદાર જાગૃતિ અંગેની કામગીરી કરવામાં આવી હતી. મતદાર યાદીમાં નામ નોંધણી બાકી હોય તેવા યુવા નાગરિકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અને તેની પ્રક્રિયા વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સિવાય જિલ્લામાં મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, કમી કરાવવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સહિતના મુદ્દાઓ બાબતે જાણકારી મળે તે માટે ખુબ જ ઉત્સાહપૂર્વક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.