અંકલેશ્વરમાં અજબ પ્રેમની ગજબ કહાની કિસ્સો પ્રકાશમાં આવ્યો - At This Time

અંકલેશ્વરમાં અજબ પ્રેમની ગજબ કહાની કિસ્સો પ્રકાશમાં આવ્યો


અંકલેશ્વરમાં અજબ પ્રેમની ગજબ કહાની કિસ્સો પ્રકાશમાં આવ્યો
અંદાડામાં દંપતીને પ્રેમલગ્ન કરવું પડ્યું ભારે, પરિવારજનોએ અપહરણ કરી ઢોર માર માર્યો
-- પરિણીત યુવક 21 વર્ષીય પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરતા પત્નીએ ભાંડો ફોડ્યો
-- 19 દિવસથી પ્રેમિકા યુવતી ગુમ થતા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર

અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં એક પરિણીત પુરૂષ યુવક 21 વર્ષીય યુવતીના પ્રેમમાં પડ્યો હતો, અને પ્રેમિકાની સાથે રહેવા પણ લાગ્યો હતો. આ વાતની પત્નીને જાણ થતા ભાંડો ફોડ્યો હતો.જોકે લવ ટ્રાયેંગલ માં પ્રેમિકા યુવતી 19 દિવસથી ગુમ થતા શહેર પોલીસે તપાસ શરુ કરીને ચાર મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ,.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ના સિમોદરા ખાતે રહેતા પરિણીત કિશન માનસંગ વસાવા વાગરા તાલુકાના જોલવા ગામની 21 વર્ષીય યુવતીના પ્રેમમાં પડ્યો હતો. બે મહિના પહેલા દાદી સાથે રહેતી પ્રેમિકાને કિશન વસાવા લગ્ન કરવાનું વચન આપી ને લઈ ગયો હતો બંન્ને .અંકલેશ્વરના અંદાડા ગામની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં મકાન ભાડે રાખી તે પ્રેમિકા પાયલ સાથે રહેવા લાગ્યો હતો. દાદી અવારનવાર પૌત્રીને ફોન કર્યા કરતી હતી. બધું બરાબર ચાલતું હતું. જોકે 25 ઓગસ્ટે પૌત્રીનો ફોન બંધ આવતા દાદી અંદાડા પહોંચી હતી પણ કિશન વસાવા નું ઘર બંધ આવ્યું હતું.
દરમિયાન ખબર પડી હતી કે પૌત્રીના પ્રેમી કિશન ની પત્ની કરિશ્મા કિશન વસાવા ઝઘડિયા તાલુકા ના રાજપારડી થી ઇકોમાં 3 મહિલા અને 2 પુરૂષોને લઈ અંદાડા 24 ઓગસ્ટે પહોંચી હતી.પતિની પ્રેમિકા ને માર મારી ઇકોમાં બેસાડી તેના ઘરે જોલવા મુકવા જતા હતા. દરમિયાન દશાન ગામે પાયલ ભાગી ગઈ હોવાની વાર્તા ઘડી કાઢી હતી.

દાદીએ પૌત્રી પાયલ 19 દિવસથી ગુમ થવાની અને અપહરણની ફરિયાદ આપતા અંકલેશ્વર શહેર પોલીસે કિશનની પત્ની કરિશ્મા વસાવા , વાળંદ પરિવારના કમલેશ, તેની પત્ની મનીષા, બહેન વૈશાલી વાળંદ અને ભાણેજ રીન્કુ વાળંદ તેમજ ઇકો કાર ના ચાલક અકબરની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.