અંકલેશ્વર અદ્યોગિક વસાહતની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ના ગોડાઉનમાં ભીષણ આગમાં કંપની બળીને ખાખ થઇ - At This Time

અંકલેશ્વર અદ્યોગિક વસાહતની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ના ગોડાઉનમાં ભીષણ આગમાં કંપની બળીને ખાખ થઇ


અંકલેશ્વર અદ્યોગિક વસાહતની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ના ગોડાઉનમાં ભીષણ આગમાં કંપની બળીને ખાખ થઇ

-- આ આગે બાજુની કેમી ફાઇબર કંપનીને ચપેટમાં લીધી, 3 કલાક સુધી આગનું તાંડવ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમાતુર ચોકડી સ્થિત ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં મધરાતે એક વાગે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબર કંપનીને પણ ચપેટમાં લઈ લીધી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીની કેમાતુર ચોકડી નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં સોમવારે મધરાતે એક કલાકના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનના સ્ટોરેજમાં રહેલી પ્લાસ્ટિકની ટાંકીઓ અને અન્ય ઓર્ગેનિક કેમિકલ્સના કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા નોટીફાઈડ એરિયા ડીપીએમસી ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરો સહિત પોલીસ દોડી આવી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના ભડકે બળતા ગોડાઉને બાજુમાં જ આવેલી કેમી ફાઇબર કંપનીને પણ ચપેટમાં લઈ લેતા અફરાતફરી મચી ગઇ હતી. ડીપીએમસી સહિત અન્ય કંપનીના 10 જેટલા ફાયર ટેન્ડરોના ફાયર ફાઈટરોએ 3 કલાકની જહેમત બાદ મળસ્કે 4 કલાકે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધીમાં ગોડાઉન અને બાજુમાં આવેલી કેમી ફાઇબર કંપનીમાં આગને પગલે ભારે નુકશાની પહોંચી હતી. ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon