દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’ G3Qમાં બોટાદ જિલ્લાનો ટોપ-10માં સમાવેશ
બોટાદ જિલ્લાના કુલ 5,812 વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ક્વિઝમાં ભાગ લીધો : 275 ઉમેદવારો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન
રાજ્યભરમાં શિક્ષણ વિભાગ દ્વારા સતત 75 દિવસ સુધી દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’-G3Q ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષા એમ તમામ સ્તરે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્પર્ધાનો પ્રારંભ તા. 7 જુલાઈના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.
જેમાં બોટાદ જિલ્લાની શાળાઓમાંથી કુલ- 14,362 નાગરિકો અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી કુલ 5,812 વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ક્વિઝમાં ભાગ લીધો હતો. બોટાદ જિલ્લાના કુલ-275 ઉમેદવારોએ આ ક્વિઝ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. ત્યારે બોટાદ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં ટોપ-10માંથી 8મું સ્થાન મેળવ્યું છે.
આ ક્વિઝમાં દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝમાં ૨૦ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન આપવામાં આવતી હતી. તદઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવતા હતા. જિલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓ સાયન્સ સિટીની ટૂર તથા વિજેતા વિદ્યાર્થીઓને નામાંકિત સ્થળોની સ્ટડી ટૂર કરાવવામાં આવશે. ઉપરાંત ટુંક સમયમાં તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.