કલેક્ટર કચેરી ખાતે રોલ ઓબ્ઝર્વરની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક સંપન્ન રોલ ઓબ્ઝર્વર શ્રી એમ.નાગરાજનનાં અધ્યક્ષ સ્થાને બોટાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા- ૨૦૨૨ અન્વયે જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ
રોલ ઓબ્ઝર્વરશ્રી એમ.નાગરાજને નવાં મતદારોની નોંધણી અને આધાર લિંક માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજી આખરી મતદાર યાદીમાં સામેલ કરવાં અધિકારીશ્રીઓને કરી ખાસ અપીલ
હાલ બોટાદ જિલ્લા સહિત રાજ્યભરમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં જિલ્લાની મતદાર સુધારણાના નિરીક્ષક અને રોલ ઓબ્ઝર્વર તરીકે ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનરશ્રી એમ.નાગરાજનને નિયુક્ત કરવામાં આવ્યાં છે.
જિલ્લાની મતદાર યાદી ખાસ સુધારણા અંતર્ગત રોલ ઓબ્ઝર્વરશ્રી એમ. નાગરાજન એ આજે કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાનાં મતદાર નોંધણી અધિકારીશ્રી અને મદદનિશ મતદાર નોંધણી અધિકારીશ્રી તેમજ રાજકિય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે કલેકટરશ્રી બી.એ.શાહની ઉપસ્થિતિમાં બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે રોલ ઓબ્ઝર્વરશ્રીને બોટાદ જિલ્લામાં કાર્યરત મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે થતી નોંધપાત્ર કામગીરીની આંકડાકિય માહિતી પણ આપી હતી. આ બેઠકમાં રોલ ઓબ્ઝર્વરશ્રી એમ. નાગરાજન એ જિલ્લાનું સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા અંગેનું પ્રેઝન્ટેશન નિહાળી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.એન. કાચા પાસેથી આંકડાકીય વિગતો મેળવી હતી.
બોટાદ જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે શાળા-કોલેજ, આઈ.ટી.આઈમાં સ્વીપ પ્લાન હેઠળ કામગીરી કરવાં પણ તેમણે ઉમેર્યું હતું. આ સાથે જિલ્લાનાં તમામ તાલુકાઓ અને નગરપાલિકા વિસ્તારમાં પણ ખાસ ઝુંબેશ દ્વારા મતદાર સુધારણા હાથ ધરવા તેમણે જણાવ્યું હતું. નવા મતદારો ઉપરાંત ૧૮ વર્ષથી ઉપરના નવા મતદારો છે તેની નોંધણી, આધારકાર્ડ લિંક કરીને ૬-બ ફોર્મ ભરવા, લગ્ન થયેલ મહિલા મતદારોની જે-તે ગામમાં નામ કમી કરી નવા સરનામે નોંધણી કરવાં તથા બી.એલ.ઓ. મારફત જરૂરી ફોર્મ ભરીને અને ઓનલાઇન એપ્લિકેશન તથા એપ ડાઉનલોડ કરીને ફોટાવાળી મતદાર યાદીમાં સમાવેશ અંગેની જરૂરી સૂચનાઓ આપી હતી. મહત્વનું છે કે, આગામી ૧૧ સપ્ટેમ્બરનાં રોજ મતદાર યાદી ખાસ સુધારણા અંતર્ગત બી. એલ. ઓ.શ્રી મતદાન મથકે હાજર રહેશે ઉપરાંત મામલતદારશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ દ્રારા યોગ્ય ચકાસણી કરી આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે.
આ બેઠકમાં ચૂંટણી સાથે સંકળાયેલા નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમાર, પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણી, જિલ્લાનાં મામલતદારશ્રીઓ સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.