જસદણના મોતીચોક કા રાજા પંડાલમાં ગણેશજીને અન્નકોટ ધરાયો - At This Time

જસદણના મોતીચોક કા રાજા પંડાલમાં ગણેશજીને અન્નકોટ ધરાયો


જસદણના મોતીચોક કા રાજા પંડાલમાં ગણેશજીને અન્નકોટ ધરાયો

જસદણ શહેરના મોતીચોક કા રાજા પંડાલમાં ગુરુવારે ગણેશજીને અન્નકોટ ધરવામાં આવ્યો હતો આ તબક્કે અનેક ગજાનન ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યાં હતાં જસદણના મોતીચોક વિસ્તારના યુવા વેપારીઓ છેલ્લાં ૧૫ વર્ષથી ગણેશજીની હરખભેર સ્થાપના કરે છે આ સ્થાપના સમયથી વિસર્જન સુધી મોતીચોકનું મિત્ર મંડળ તન મન ધનથી દાદાના જીજાનપૂર્વક વિવિધ પ્રસંગો ઉજવે છે ખાસ કરીને બન્ને સમય આરતીમાં હૈયું દળાય એટલાં ભાવિકજનો ઉમટી પડે છે દસ દીવસ બિરાજતાં ગણપતિ બાપ્પા પંડાલની વ્યવસ્થામાં મોતીચોકના સેવાભાવી વેપારી યુવાનો દરેક દર્શનાર્થીઓની પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી ઉપરાંત વ્યવસ્થા પણ અનેરી ગોઠવે છે ત્યારે આજે ગુરુવારે મોતીચોક મિત્ર મંડળ એ અન્નકોટનું વિશેષ આયોજન કરતાં ભાવિકો ભાવવિભોર બની ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ: પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.