ભારત દેશમાં સનાતન હિંદુ ધર્મ ના શક્તિપીઠો આવેલા છે - At This Time

ભારત દેશમાં સનાતન હિંદુ ધર્મ ના શક્તિપીઠો આવેલા છે


ભારત દેશમાં સનાતન હિંદુ ધર્મ ના શક્તિપીઠો આવેલા છે તેમાં શ્રેષ્ઠ શક્તિપીઠ ગુજરાત ખાતે અંબાજીમાં આવેલું છે અંબાજી શક્તિપીઠ દર્શનાર્થી રોજે રોજ અસંખ્ય લોકો યાત્રા કરે છે અને ધન્યતા અનુભવે છે અંબાજી શક્તિપીઠ હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે સનાતન હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે ભાદરવા મહિનામાં ભાદરવી પૂનમે દર્શન કરવા માટે ખૂબ જ મોટી ભીડ જોવા મળે છે પદયાત્રીઓ 500 કિલોમીટર દૂરથી પણ મા અંબેના દર્શન આવે છે અનેકો રાજ્યોમાંથી પદયાત્રીઓ આ શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવે છે જ્યારે પદયાત્રીઓના સંખ્યામાં વધારો હોય છે ત્યાં વિસામાના આયોજનો કરવામાં આવે છે નાના મોટા તો વિસામાં અસંખ્ય જોવા મળે છે પણ માં અંબે ના ભક્તો દ્વારા અમદાવાદ મહાજન ક્લોથ માર્કેટ વેપારી મિત્ર મંડળ જય માતાદી સેવા મંડળ દ્વારા વિશામાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે ચોખ્ખા ઘીનો શીરો અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન સાથે છેલ્લા 24 વર્ષથી કાર્યરત છે ચાલુ વર્ષે તારીખ 3 -9- 2022 થી 7 -9 -2022 સુધી પદયાત્રીઓના અને ચાલતા સંઘ ની સેવામાં 24 કલાક કાર્યરત રહે છે વિસામાં ભંડારાના આયોજકો શ્રીમાન પી.સી અગ્રવાલજી શ્રીમાન સત્યપ્રકાશ અગ્રવાલજી શ્રીમાન ઉમેશ ભાઈ કાલે શ્રીમાન સુનિલ ગુપ્તાજી શ્રીમાન ઓમ પ્રકાશ મોદીજી શ્રીમાન વિનોદ અગ્રવાલજી શ્રીમાન કપલ ગોયલ જી શ્રીમાન એમ.એલ પુરીજી શ્રીમાન અનુજ શર્માજી સ્થાનિક કાર્યકર અને સેવાભાવી કાર્યકર દિનેશભાઈ પટેલ બીજા ઘણા નામી અનામી યજમાનો જય માતાદી સેવા મંડળ અમદાવાદ સાથે સંકળાયેલા છે ભંડારાના શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી ભંડાળા સ્થળે જય માતાદી સેવા મંડળ ભવન ધાબડી પાટીયા સ્ટેટ હાઇવે રોડ વડાલી ખેડબ્રહ્મા અંબાજી હાઈવે 500 થી પણ વધારે માણસો બેસી શકે તેઓ એર કન્ડિશન હોલ એર કન્ડિશન વિસામાં રૂમો સાથે ખૂબ જ મોટી જગ્યામાં પાર્કિંગની સુંદર વ્યવસ્થા સાથે ભવન નું નિર્માણ કરવામાં આવ્યું છે આ ભંડારા માં અસંખ્ય લોકો વિસામાનો પદયાત્રીઓ દ્વારા પેદલ યાત્રા સંઘો દ્વારા લાભ લે છે અને ધન્યતા અનુભવે છે યજમાનો પણ પદયાત્રીઓ અને સંઘોની સેવા કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે

અહેવાલ
આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.