મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી, બોટાદ અને અનએકેડમી વચ્ચે એમ.ઓ.યુ.
બરવાળા અને રાણપુર તાલુકાના ધોરણ ૯થી ૧૨ના પસંદ થયેલા વિદ્યાર્થીઓને અનએકેડમી એપ્લીકેશન દ્વારા સબસ્ક્રીપ્શન- સ્કોલરશીપ નિ: શુલ્ક અપાશે
કુલ ૧,૩૪૦ વિદ્યાર્થીઓને સબસ્ક્રીપ્શન નિ:શુલ્ક આપવામાં આવશે, ૧૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાશે
તરણેતરના મેળા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી, બોટાદ અને અનએકેડમી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતાં.જે અંતર્ગત સાંસદશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાના સંસદીય મતવિસ્તારમાં આવતા બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાના ધોરણ ૯થી ૧૨ના પસંદ થયેલા વિદ્યાર્થીઓને અનએકેડમી એપ્લીકેશન દ્વારા સબસ્ક્રીપ્શન અને સ્કોલરશીપ આપવામાં આવશે.
જેમાં બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા તાલુકાના ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓમાંથી અનએકેડમી દ્વારા ટેસ્ટ લઈ ૬૭૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પસંદ કરી વિવિધ કોર્ષનું સબસ્ક્રીપ્શન નિ:શુલ્ક આપવામાં આવશે. વધુમાં ૬૭૦ જેટલી વિદ્યાર્થિનીઓને શિક્ષોદયા કાર્યક્રમ અંતર્ગત સબસ્ક્રીપ્શન નિ:શુલ્ક આપવામાં આવશે. અનએકેડમી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવામાં આવશે. ૧૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પણ અપાશે. તેમજ વિદ્યાર્થીઓના ઉન્નત ભવિષ્ય માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ પણ કરવામાં આવશે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.