મતદારયાદી સુઘારણા કાર્યક્રમ - At This Time

મતદારયાદી સુઘારણા કાર્યક્રમ


બોટાદ જિલ્લામાં અત્યાર સુધી ખાસ મતદાર નોંધણી
ઝૂંબેશ અંતર્ગત કુલ-૭,૨૬૧ લોકોની નોંધણી થઈ

૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં-૪૦૩૭ નવા યુવા નાગરિકોની નોંધણી

જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહે બોટાદના ગઢડા અને ગુંદાળા સહિતના કેન્દ્રોની મુલાકાત લઇ કર્મચારીઓ સાથે યુવા મતદારોનો ઉત્સાહ વધાર્યો

હજુ બાકી રહી ગયેલા લોકો તા.૧૧/૯/૨૨ ના રોજ નામ દાખલ કરાવી શકે છે

તા.૭ :- બોટાદ જિલ્લામાં ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત ૬૧૪ મતદાન મથક કેન્દ્રો ખાતેથી અત્યાર સુધી કુલ-૭,૨૬૧ લોકોની નોંધણી થઈ છે. જેમાં ૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં-૪૦૩૭ નવા યુવા નાગરિકોની નોંધણી થઈ છે.

જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહે બોટાદના ગઢડા અને ગુંદાળા સહિતના કેન્દ્રોની મુલાકાત લઈને મતદાર નોંધણી અધિકારીઓ- કર્મચારીઓનો ઉત્સાહ વધારવા સાથે યુવા મતદારોને વધુમાં વધુ મતદાર નોંધણી માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે અનુરોધ કર્યો હતો.

જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં અત્યાર સુધી જિલ્લામાં-૯૬૦૧૭ નાગરિકોએ ચૂંટણીકાર્ડ સાથે તેના આધારકાર્ડ લીંક કર્યાં છે.

વધુમાં આગામી તા.૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ પણ ખાસ ઝુંબેશ યોજાશે. ત્યારે હજુ બાકી રહી ગયેલા લોકો તા.૧૧/૯/૨૨ ના રોજ નામ દાખલ કરાવી શકશે નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરીને અથવા નાગરિકો વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwD મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. જિલ્લાના ૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બી.એ.શાહે ખાસ અનુરોધ કર્યો છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.