વીંછિયા આંબલી ચોક ખાતે પુલ બનશે તો 200 જેટલા વેપારીઓ બેરોજગાર થશે : મામલતદારને અપાયું આવેદનપત્ર - At This Time

વીંછિયા આંબલી ચોક ખાતે પુલ બનશે તો 200 જેટલા વેપારીઓ બેરોજગાર થશે : મામલતદારને અપાયું આવેદનપત્ર


વિછીયા મામલતદાર કચેરી એ મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વિંછીયા આમલી ચોક ખાતે જે નવો પુલ બની રહ્યો છે તે નવા ફુલ ની બંને બાજુએ આશરે 200 જેટલા નાના નાના વેપારી પોતાના પરિવાર માટે નાની રોજગારી કરતા હોય અને આ પુલ બનવાથી તમામની રોજીરોટી વિહોણા થતા હોય અને આ પુલ બનવાથી ટ્રાફિકની સમસ્યા હાલ થાય તેમ ન હોય કારણ કે આ પુલ આ જગ્યાની બંને બાજુએ માત્ર 50 ફૂટ ના અંતરે બે મોટા પુલ આવેલા હોય તેથી આ પુલની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે અન્યથા આ સ્થળેથી થોડા દૂર આ પુલ બનાવવામાં આવે અને જો એમ કરવામાં નહીં આવે અને આ 200 પરિવાર ની રોજીરોટી વિહોણા થશે તો તમામ લોકોને સાથે રાખી અને ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે કારણ કે આ પુલ બનવાથી આશરે 1000 જેટલા લોકો ધંધા રોજગાર વિહોણા બનશે તો અમારી એક જ માંગણી કે આ પુલની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે અન્યથા આ ફૂલનું કામ અટકાવી દેવામાં આવે જેના અનુસંધાને આજે મામલતદાર કચેરીએ રાજગૃપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના લેટરપેડ ઉપર મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પોસ્ટ મારફતે રાજ્યના મુખ્યમંત્રી રોડ રસ્તા વિભાગના મંત્રી ગૃહ પ્રધાન તેમજ કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી ને પણ જાણ કરવામાં આવી તેમ છતાં પણ આ વિષય ઉપર સંપૂર્ણ અભ્યાસ કરી ફેરફાર કરવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે એવું મુકેશ રાજપરા એ જણાવ્યું

અશરફ મીરાસૈયદ ‌વિછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.