જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાબરકાંઠા દ્વારાસેન્સીટાઇઝેશન વર્કશોપ ફોર સ્ટેટ ગવર્નમેંટ અને પોટેંશીયલ ઇનવેસ્ટર્સ માટેનાસેમિનારનું આયોજન કરાયુ - At This Time

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાબરકાંઠા દ્વારાસેન્સીટાઇઝેશન વર્કશોપ ફોર સ્ટેટ ગવર્નમેંટ અને પોટેંશીયલ ઇનવેસ્ટર્સ માટેનાસેમિનારનું આયોજન કરાયુ


*જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાબરકાંઠા દ્વારા સેન્સીટાઇઝેશન વર્કશોપ ફોર સ્ટેટ ગવર્નમેંટ અને પોટેંશીયલ ઇનવેસ્ટર્સ માટેના સેમિનારનું આયોજન કરાયુ*
***************************
જેમ સ્ટાર્ટઅપ ગુજરાત ઇકોસિસ્ટમની જાણકારી અપાઇ
********************
સાબરકાંઠા જિલ્લામાં માઇલસ્ટોલ હોટેલ, હિંમતનગર ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારના અધિકારીઓ તથા ઉદ્યોગસાહસિકો માટે સેન્સીટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વર્કશોપમાં સ્ટાર્ટઅપ અને જેમ પોર્ટલ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વર્કશોપમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ અને જેમ પોર્ટલનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સ્ટાર્ટઅપ અને જેમ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવામાં કોઈ તકલીફ હોય તો કચેરી દ્વારા રજિસ્ટ્રેશન કરવા મદદ કરવામાં આવે છે.આ ઉપરાંત નવા સ્ટાર્ટઅપ કરેલ અને કરવા ઇચ્છુક ઉદ્યોગસાહસિકોને પણ કચેરી મદદ અને માર્ગદર્શન આપે છે.રાજ્યના ઘણા યુવાનો સ્ટાર્ટઅપ થકી સફર પ્રયાસ કરેલ છે અને ઘણા તે દિશામાં આગળ વધી રહ્યા છે.
સ્ટાર્ટઅપના અભિયાનને વેગ આપવા માટે સેન્સીટાઇઝેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમાં ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ કચેરી,ગાંધીનગરની ગુજરાત સ્ટાર્ટઅપ ટીમ દ્વારા ઓનલાઇન પ્રેઝનટેશન આપવામાં આવ્યુ હતુ. જેમાં સ્ટાર્ટઅપ એટલે શું? , સ્ટાર્ટઅપના પગલાઓ તથા મુખ્ય ઘટકો , ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસની રચના, ઇનોવેટિવ આઇડિયા વગેરે બાબતો અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ સેમિનારમાં જિલ્લા ઉધ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી જે.ડી.નિનામા, શ્રી આર.વી.નિનામામેનેજર (કા.મા),શ્રી એલ.એમ પરમાર (સી.ઉ.ની), આઇ.ટી.આઇ પ્રિન્સીપાલશ્રી પુરોહિત,સીઇડીના પ્રતિનિધિ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તથા ઉધ્યોગસાહસિકો હાજર રહ્યા હતા.

abidali bhura


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.