દર વર્ષની જેમ આ વર્ષે પણ ભકતો જે ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા
ગણેશ મહોત્સવ – ૨૦૨૨
ગણેશ મહોત્સવ ૨૦૨૨
ગાયત્રી યુવા ગ્રુપ ગણેશ
દ્વારા આયોજીત
ગણેશ મહોત્સવ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હિંમતનગર માં ભવ્ય ઉજવણી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભકતો જે ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ગણેશ ઉત્સવ તા. ૩૧/૦૮/૨૦૨૨ થી ૦૯/૦૯/૨૦૨૨ એ આવી રહ્યો છે. ૧૦ દિવસનો આ ઉત્સવ આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવીયે છીયે.
મુર્તિ સ્થાપના ૩૧/૦૮/૨૦૨૨ ને બુધવાર(ગણેશ ચતુર્થી)ના રોજ બપોરે ૦૧:૦૦ ક્લાકે શોભાયાત્રા સાથે (ગાયત્રી મંદિરથી ગણપતિ ચોક).
દરેક ભક્તજનો ને મહોત્સવ માં ભાવભર્યું આમંત્રણ છે.
દરરોજ રાત્રે આરતી-પૂજા અને ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય નીચે મુજબ છે.
આરતી અને પૂજા
ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ
રાત્રે ૮:૩૦ કલાકે
રાત્રે ૯:૦૦ કલાકે
તા. ૦૪/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ ડાયરો રાત્રે ૯ઃ૦૦ ક્લાકે
- મુખ્ય કલાકારો :
જયદીપદાન ગઢવી (લોકસાહિત્યકાર) સાગર પંચાલ (લોકગાયક) પિયુષ પટેલ (સ્ટેજ સંચાલક)
-: વિસર્જન :
તા. ૦૯/૦૯/૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે ૨ કલાકે સ્થાનિક વિસ્તારમાં શોભાયાત્રા સાથે.
-: સ્થળ:
ગણપતિ ચોક, અયોધ્યાપુરી સોસાયટી ની સામે, ગાયત્રીમંદિર, કાંકણોલ, હિંમતનગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.