પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧, બોટાદમાં શિક્ષક દિન 2022 ની ઉજવણી કરવામાં આવી. - At This Time

પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧, બોટાદમાં શિક્ષક દિન 2022 ની ઉજવણી કરવામાં આવી.


પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧, બોટાદમાં શિક્ષક દિન 2022 ની ઉજવણી કરવામાં આવી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બોટાદ સંચાલિત પંડીત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,તાલુકા શાળા, હનુમાન ગેઈટ બોટાદ માં આજે ૫મી સપ્ટેમ્બર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિજી ના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષણ દિન તરીકે ઉજવીને કરવામાં આવી.ધોરણ 1 થી 8 ના તમામ વર્ગોમાં વિદ્યાર્થીઓ આજે શિક્ષક બનીને વિવિધ વિષયોનું શિક્ષણ કાર્ય શાળાના વિદ્યાર્થીઓને કરાવેલ. સ્વંયમ શિક્ષક ના શ્રેષ્ઠ 5 વિદ્યાર્થીઓને સંજયભાઈ ઝાંઝરુકિયા એલ.આઈ.સી. વાળા તરફથી ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવેલ. તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી ઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ. આજે સ્વયં શિક્ષણમાં આચાર્ય તરીકે પરમાર સાક્ષી એ ફરજ બજાવેલ.સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળેલ.સમગ્ર દિવસના અંતે પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓએ શિક્ષક દિનના પોતાના અનુભવો વર્ણવેલ.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.