વિસાવદરના વી ડી પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે બાળકોને પોકસોના કાયદાની સમજ આપતી શિબિર યોજાઈ
વિસાવદરના વી ડી પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે બાળકોને પોકસોના કાયદાની સમજ આપતી શિબિર યોજાઈ
જિલ્લા કાનૂની સેવા સમિતિના સચિવશ્રી એચ.આર.પરમારની ખાસ ઉપસ્થિતી
વિસાવદરતા.વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ વિસાવદરના અધ્યક્ષ એસ.એસ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સમિતિ જૂનાગઢના સચિવશ્રી એચ.આર.પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને વિસાવદરના માંડાવડ ખાતે આવેલ વી ડી પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે તા.૩/૯/૨૨ને શનિવારના રોજ બપોરના ૪-૦૦ કલાકે પોકસોના કાયદાની વિદ્યાર્થીઓ માં સમજ આવે તે માટે એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં વિસાવદર બાર એસોસિએશનના એચ. એસ.હિરાણી, તાલુકા કાનૂની સેવા સમિતિના સુપરિટેન્ડન્ટશ્રી પી.ડી. ભટ્ટ,પી.એલ.વી. રમણિકભાઈ દુધાત્રા તથા શાળાના આચાર્યશ્રી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં હાજર રહી શિબિરનો લાભ લીધેલ હોવાનું વિસાવદર કોર્ટના તાલુકા કાનૂની સેવા સમિતિના સુપરિટેન્ડન્ટશ્રી પી.ડી.ભટ્ટની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.