BALA ટેક્નિકનો રાજકોટની 30 આંગણવાડીમાં પ્રયોગ - At This Time

BALA ટેક્નિકનો રાજકોટની 30 આંગણવાડીમાં પ્રયોગ


આંગણવાડીની દીવાલો અને ક્લાસમાં કક્કો, એબીસીડી અને ગણિતના ચિત્રો દોરાયા

જિલ્લા પંચાયતનો ‘સોનેરી બાળપણ’ પ્રોજેક્ટ, 30માં કામ પૂરું, કુલ 70 બનાવાશે

રાજકોટ જિલ્લા પંચાયત હેઠળની આંગણવાડીઓમાં એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેમાં બાળકોને દીવાલોના ભીંતચિત્રમાંથી શીખવાની પ્રેરણા મળશે તેવી આશા જણાવાઈ રહી છે. સોનેરી બાળપણ નામના આ પ્રોજેક્ટમાં BALA ટેક્નિકનો પ્રયોગ કરી જસદણ, ગોંડલ, લોધિકા સહિતના અલગ અલગ તાલુકાઓની 30 આંગણવાડીમાં એક મહિનામાં રિનોવેશન કરાયું છે અને હજુ 40 સાથે કુલ 70 આંગણવાડી સ્માર્ટ બનાવવાનો લક્ષ્યાંક છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.