વીંછિયા માં આરોપી જામીન મુક્ત થયો
વીંછિયા માં આરોપી જામીન મુક્ત થયો
વિંછીયામાં રહેતા ફરિયાદી મહંમદ ખલ્યાણીએ પોતાના પ્લોટને ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યાની ફરિયાદ વિંછીયાના જ કરસનભાઈ રૂપાભાઈ આલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કરશનભાઇ આલની ધરપકડ કરી હતી. અને ત્યારબાદ આરોપીએ તેમના એડવોકેટ મારફત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા અરજી કરી હતી.
જે અરજી ચાલી જતા હાઈકોર્ટે આરોપીના એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખી વચગાળાનો સ્ટે આપી આરોપી કરશન આલને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી કરશનભાઈ આલ વતી રાજકોટનાં યુવા એડવોકેટ તુષાર એચ. વાઘેલા અને કિશન ડી. મીઠાપરા રોકાયેલા હતા.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.