એમ.એસ.ડબલ્યુના વિધ્યાર્થી ઓ દ્વારા ખડગોધરા ખાતે આરોગ્ય ચેક અપ કેમ્પ યોજાયો
તારીખ 1સપ્ટેબર2022ના રોજ ખેડા જિલ્લાના સૌથી છેલ્લી ગ્રામ પંચાયત એવા ખડગોધરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 1 થી 8 ધોરણના બાળકોનો મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું આયોજન શ્રી એમ.એસ.૦ વાડાસીનોર સ્ત્રી કેળવણી મંડળ એમ.એસ.ડબ્લ્યુ કોલેજના સત્ર 1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પારુલ મકવાણા,સરોજ મકવાણા અને અમિષા મેહરાએ કર્યું હતું.જેમાં બાળકોના વજન,ઊંચાઈ કરી તેમને આરોગ્યવર્ધક દવાઓ આપવામાં આવી હતી.શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો .આ કાર્યક્રમમાં સી.એચ.ઓ મિત્તલબેન હાજર રહ્યા હતા તેમને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં કોલેજના પ્રતિનિધિ તરીકે પ્રૉ. હર્ષદભાઈ સોલંકી અને શિવાનીબેન કંસારા હાજર રહી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.