ભુજ મઘ્યે માનવતા ગ્રુપ દ્વારા બહેનોને તાલીમ પ્રમાણપત્ર વિતરણ કરાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zgsqbeo4teg2zsnf/" left="-10"]

ભુજ મઘ્યે માનવતા ગ્રુપ દ્વારા બહેનોને તાલીમ પ્રમાણપત્ર વિતરણ કરાયા


ભુજ મઘ્યે માનવતા ગ્રુપ દ્વારા બહેનોને તાલીમ પ્રમાણપત્ર વિતરણ કરાયા

ગાંધીધામ : સર્વ ધર્મ સમ ભાવના ના સૂત્રને સાર્થક કરતા માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુર દ્વારા સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારોમાં બહેનોને પગભર બનાવવા અને તેમને પુર્ણ સ્વ: રોજગારી પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રકારની તાલીમો આપવામાં આવી રહી છે જે અંતર્ગત ભુજ શહેરમાં મુસ્લિમ સમાજ ની બેનોને બે મહિનાના શૃંગાર તાલીમ વર્ગ અને અન્ય વ્યવસાય લક્ષી તાલીમો શરૂ કરવામાં આવી હતી જે પુર્ણ થતાં જુદી જુદી તાલીમના પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.
માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ ઉપસ્થિત લાભાર્થી તાલીમાર્થી બહેનોને મડ વર્ક, બ્યુટી પાર્લર અને કુશન કવરની તાલીમ નિયમિત રૂપથી પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા હતા સાથે સાથે બહેનોને મેળવેલ તાલીમનો વધુમાં વધુ લાભ અન્ય બહેનોને પહોંચાડવા અને સતત કાર્યરત રહેવા પણ સલાહ આપી હતી.

ઉપસ્થિત લાભાર્થી બહેનોએ આ તાલીમ વર્ગ શરૂ કરવા બદલ માનવતા ગ્રુપનો આભાર માન્યો હતો .આયોજન અરફાનાબેને કર્યું હતું.

ભાવેશ મુલાણી, ભરૂચ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]