બોટાદ જિલ્લામાં સ્થિત વિવિધ તાલુકા સેવાસદન/મામલતદાર કચેરીઓના પરિસરના વિસ્તારને તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરતું જાહેરનામું - At This Time

બોટાદ જિલ્લામાં સ્થિત વિવિધ તાલુકા સેવાસદન/મામલતદાર કચેરીઓના પરિસરના વિસ્તારને તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરતું જાહેરનામું


બોટાદ જિલ્લામાં આવેલી વિવિધ તાલુકા સેવાસદન/મામલતદાર કચેરીઓમાં અરજદાર વ્યક્તિગત રીતે કે મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના હોય, સરકારી માલ મિલ્કતને કે વ્યક્તિગત જાન માલને નુકસાન થવાના બનાવ બનવાની સંભાવના રહેલ હોઇ, હાલની કોવિડ કોરોના મહામારીની સ્થિતિ પ્રવર્તતી હોઇ તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે અને સરકારી માલ મિલ્કતને નુકસાન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી બોટાદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા સેવાસદન/મામલતદાર કચેરીઓના પરિસરમાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ તકેદારીના પગલાનાં ભાગરૂપે પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.

બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશભાઈ પરમાર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલી સત્તાની રૂ એ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે બોટાદ જિલ્લામાં સ્થિત વિવિધ તાલુકા સેવાસદન/મામલતદાર કચેરીઓના પરિસરના વિસ્તારને તા.૦૨/૦૯/૨૦૨૨ થી તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયા છે. આ પ્રતિબંધિત વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઇએ ઉપવાસ પર બેસવું નહીં કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સુત્રો પોકારવા નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં. કોઇપણ વ્યકિતએ પુર્વ મંજુરી સિવાય લાઠી અગર ઇજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહીં. કોઇ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે રાખવો નહીં. કોઇએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કોવિડ કોરોનાની ગાઇડલાઇન ધ્યાને લેતા સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવો નહીં. આ હુકમ સરકારી નોકર કે, સરકારશ્રીની ફરજ પર હોય તેવી વ્યકિતઓને લાગું પડશે નહી.

આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે કોઇપણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેના ઉપરના અધિકારીનેશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.