બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાનો વિસ્તાર તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર - At This Time

બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાનો વિસ્તાર તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર


જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં અરજદારો/જુદી જુદી સંસ્થાઓ વિવિધ માંગણીઓ તથા રજુઆતો સબબ અવરજવર કરતા હોય છે. જિલ્લા સેવા સદનમાં અરજદાર વ્યક્તિગત રીતે કે મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના હોય, સરકારી માલ મિલ્કતને કે વ્યક્તિગત જાન માલને નુકસાન થવાના બનાવ બનવાની સંભાવના રહેલી હોઇ, સુલેહ શાંતિ જળવાઇ રહે અને સરકારી માલ મિલ્કતને નુકસાન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જિલ્લા સેવા સદન બોટાદ પરિસરની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ તકેદારીના પગલાનાં ભાગરૂપે પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.

બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશભાઈ પરમાર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલી સત્તાની રૂ એ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને તા. ૦૨/૦૯/૨૦૨૨ થી તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરાયો છે. આ પ્રતિબંધિત વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

કોઇએ ઉપવાસ પર બેસવું નહી કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સુત્રો પોકારવા નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં. કોઇપણ વ્યકિતએ પુર્વ મંજુરી સિવાય લાઠી અગર ઇજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહીં. કોઇ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે રાખવો નહીં. આ હુકમ સરકારી નોકર કે, સરકારશ્રીની ફરજ પર હોય તેવી વ્યકિતઓને લાગું પડશે નહી. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે કોઇપણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેના ઉપરના અધિકારીનેશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.