ધંધુકા પાંજરાપોળમાં 8 દિવસમાં 19 પશુઓના મોત નિયજયા.
ધંધુકા પાંજરાપોળમાં 8 દિવસમાં 19 પશુઓના મોત નિયજયા.
એક જ સેડમાં ઠાસી ઠાસી નેભરેલા પશુએ કચડાઈને મોત ને ભેટયા
ધંધુકાની પાંજરાપોળ માં છેલ્લા આઠ દિવસમાં 19 પશુઓના મોત નીપજ્યા હોવાના સમાચારો જાણવા મળ્યા છે.
ધંધુકાની પાંજરાપોળમાં છેલ્લા આઠ દિવસમાં 19 પશુઓના મોતની નીપજવાના સમાચારોથી હાહાકાર મચી ગયો છે ઠાસી ઠાસી ને 950 પશુઓને એક સેડની અંદર રાખવામાં આવ્યા હતા જે સ્થળે મળ મૂત્રમાં પશુઓની હાલત દયા જનક બની હતી પાંજરાપોળના વહીવટી સામે પ્રશ્નો ખડા થયા છે ધંધુકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજસિંહ ચાવડાએ આ અંગે નગરપાલિકાના સત્તાવારોનું પણ ધ્યાન દોરી પાંજરાપોળમાં રાખેલા પશુઓની હાલત અંગે રજૂઆત કરી હતી.
ધંધુકા પાંજરાપોળ ખાતેના પશુઓ પૈકી 25 પશુઓ માંદા હોવાનું ટ્રસ્ટી નિલેશ બગડીયા એ જણાવ્યું હતું પાંજરાપોળ ખાતે પાંજરાપોળના પ્રમુખ તથા મંત્રી ચીફ ઓફિસર ધંધુકા તથા પ્રમુખ હર્ષદભાઈ ચાવડા તથા કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત માલધારી ભરવાડ સમાજના આગેવાનોએ પાંજરાપોળની મુલાકાત લઈ જીત માહિતી મેળવી હતી અને પશુઓને એક જગ્યાએ બધાને ન રાખતા અલગ અલગ સેડોમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો તેમાં માંદા પશુઓ મોટા પશુઓ તથા નાના વાછરડા સહિતના પશુઓને અલગ અલગ જગ્યાએ રાખવાનો નિર્ણય કરયો હતો માદા પશુઓની સારવાર કરવાની જવાબદારી પાંજરાપોળની છે ત્યારે પશુ ઓનું નિયમિત સારવાર નિદાન થાય તે જોવાની ફરજ પણ પાંજરાપોળ ની છે અત્રે ઉલ્લેખનીય છે રાજ્ય સરકારના આદેશના પગ પગલે ધંધુકા નગરપાલિકા દ્વારા રખડતા 162 પશુઓને પાંજરાપોળ ની સહમતિથી ત્યાં રાખવામાં આવ્યા છે માંદા પશુઓની સમયસર સારવાર થતી નથી જ્યારે ગમાણમાં ચારો ચરવા મુકેલ ત્યારે ધક્કા મૂકી થી પણ પશુઓ દબાઈ જઈને મોત નીપજતા હોય છે પશુઓને છૂટા પાડી માંદા પશુઓની સમયસર સારવાર તથા પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી સમયસર આપવા માલધારી આગેવાનોએ માંગણી કરી છે ઉપરાંત રખડતા પશુઓને પાંજરાપોળમાં લાવવામાં પણ ધંધુકાના માલધારીઓએ ધંધુકા નગરપાલિકાના સ્ટાફ સાથે રહી કામગીરી કરી સહકાર આપ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.