અધિક નિવાસી કલેકટરશ્રી બ્રહ્મભટ્ટનીઅધ્યક્ષતામાં ક્લાઇમેન્ટ ચેન્જ એન્ડ હેલ્થ ટાસ્ક ફોર્સ અને ગવર્નિંગ બોડીની બેઠક મળી
*અધિક નિવાસી કલેકટરશ્રી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં ક્લાઇમેન્ટ ચેન્જ એન્ડ હેલ્થ ટાસ્ક ફોર્સ અને ગવર્નિંગ બોડીની બેઠક મળી*
**************
લોકોમાં પર્યાવરણ અને જતન જાગૃતિ આવે તે હેતુસર જિલ્લામાં ક્લાઇમેન્ટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ગવનિંગ બોડીના અધ્યક્ષ જિલ્લા કલેકટર સાબરકાંઠા હોય છે અને નોડલ અધિકારી તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હોય છે. સમયાંતરે આ અંગેની બાબતો વખત વખત બેઠકો બોલાવીને પર્યાવરણ જતન અને માનવીના આરોગ્ય પર થતી અસરો ઉપર સમીક્ષા કરી જરૂરી પગલાં લેવામાં આવે છે. જેમાં હવા પ્રદૂષણ, જળપ્રદૂષણ, જંગલ જમીન, ઔદ્યોગિક પ્રદૂષણ જેવી મહત્વની બાબતોની ચર્ચા કરવામાં આવે છે અને અટકાવવાના પગલાં તંત્ર મારફતે ભરવામાં આવે છે.
આ સંદર્ભમાં ગઈકાલે અધિક નિવાસી કલેકટરશ્રી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના ક્લાઇમેન્ટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અંગે એક્શન પ્લાન બાબતે ચર્ચા કરાઇ હતી અને આ ક્ષેત્રમાં કરવાની થતી કામગીરી બાબતે એનાલિસિસ અને મીટીગેશન પ્લાન અંગે પ્રેઝન્ટેશન મારફત વિષદ ચર્ચા કરાઇ હતી.
આ બેઠકમાં આરોગ્ય કર્મીઓ તથા સંબંધિત વિભાગના સભ્યો અને અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક બાદ આર.એ.સી દ્વારા ડિસ્ટ્રીક સ્કીલ કમિટ ની બેઠક મળી હતી. જેમાં ડિસ્ટ્રીક સ્કીલ ડેવલપમેન્ટ પ્લાન વર્ષ ૨૦૨-૨૩સાબરકાંઠા રજૂ કરવામાં આવ્યો હતો અને તે પ્લાનને કેન્દ્ર સરકારમાં રજૂ કરવામાં આવશે અને તે અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ જિલ્લામાં રોજગારી સર્જન અંગે નિર્ણય કરવામાં આવશે. સર્વગ્રાહી અલગ-અલગ સેક્ટરમાં અને માનવ રોજગારી સર્જવામાં મહત્ત્વનું બની રહેશે. તેમ આ.ટી.આઇ હિંમતનગરના આચાર્યશ્રી પુરોહિતે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેઝન્ટેશન દ્વારા જીલ્લાનો ચિતાર રજૂ કરાયો હતો.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.