દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટેની રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ અંગે જાહેર જોગ
રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધામાં ભાગ લેનાર લોકોએ તા.૧૯ મી સપ્ટેમ્બર સુધીમાં
રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય ક્ચેરી, બોટાદ ને મોકલી આપવાના રહેશે
તા.૩૦ :- દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મુંગા, અપંગ તેમજ રકતપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૨ માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો રોજગાર ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકશે તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન પરથી વિનામુલ્યે તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમાં મેળવી શકશે. તેમજ ભરેલ અરજીપત્રકો સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત બે નકલમાં તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય ક્ચેરી, બોટાદ ને મોકલી આપવાના રહેશે.
વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ મારફત અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો સંપર્ક સાધવો તેમ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી, બોટાદ તરફથી અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.