ગુજરાત સરકારના વધુ 10 ટોચના અધિકારીઓ ‘રડાર’માં - At This Time

ગુજરાત સરકારના વધુ 10 ટોચના અધિકારીઓ ‘રડાર’માં


ગુજરાતમાં રાજય કેબીનેટના બે સીનીયર મંત્રીઓ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મહેસુલ તથા શ્રી પુણેશ મોદીનું માર્ગ-બાંધકામ ખાતું છીનવી લેવાતા અનેક મંત્રીઓ હવે પુરી રીતે એકશનમાં આવી ગયા છે.
ખાસ કરીને હવે વધુ મંત્રીઓની સામે હાલ એકશન લેવાના બદલે જે સંદેશ આપી દેવાયા છે તે જ પુરતો હોવાનું માનવામાં આવે છે પણ જે બે મંત્રીઓના ખાતા છીનવાયા તે વિભાગના ટોચના 10થી વધુ અધિકારીઓ હાલ હિટ લીસ્ટમાં આવી ગયા છે. રસપ્રદ બાબત એ છેકે આ તમામ દિલ્હીથી થઈ રહ્યું છે અને રાજય સરકારે તો ફકત ફોલોઅપ કરવાનું છે.
વડાપ્રધાન કાર્યાલયમાં ‘ગુજરાત ડેસ્ક’ પરથી રાજયની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. સૌથી વધુ ચર્ચા મહેસુલ વિભાગની છે અને તેમાં કયાં અધિકારીની ભૂમિકા શું હતી તે પણ જબરી ચર્ચા છેડાઈ છે. જો કે મહેસુલ વિભાગના મુખ્ય સચિવ શ્રી કમલ દયાની માથે ઘીના ધડા હોવાનું માનવામાં આવે છે તેમાં કોઈ મંત્રીઓ કે તેવા રાજકીય દબાણોમાં આવીને કામ કરનારા અધિકારી નથી અને તેઓની કાર્યક્ષમતા પણ જાણીતી છે પણ બાદના અધિકારીઓ ઉપરાંત કેટલાક જીલ્લા કલેકટરી- માર્ગ બાંધકામ વિભાગના ટોચના એન્જીનીયરીંગ કક્ષાના અધિકારીઓ માટે ચિંતા છે.
તેમાં હાલ તો શાંત બનીને બેઠા છે પણ કયારે દિલ્હીથી આદેશ આવશે કે સીબીઆઈ આવશે તેની ચર્ચા અને ચિંતા છે તથા હવે સપ્ટેમ્બરનું પ્રથમ પખવાડીયુ આ પ્રકારની આતશબાજી જોવા મળી શકે છે. કેટલાક અધિકારીઓ હવે ‘રજા’ પર જવાનું વિચારી રહ્યા છે.

♦ બે સિનિયર મંત્રીઓ પરની ‘ગાજ’નું હવે ફોલોઅપ
♦ રાજયભરમાં જ નહી શાસનમાં પણ સાફસુફીનો પ્રારંભ થશે: ગમે તે ઘડીએ સીબીઆઈનો નવો એક રાઉન્ડ- ગુજરાત આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.