રાજકોટમાં મહિલા કોંગ્રેસે ‘સસ્તી દારૂ, મહેંગા તેલ’ના સુત્રોચ્ચાર કર્યા, પોલીસે કાર્યકરોની અટકાયત કરી - At This Time

રાજકોટમાં મહિલા કોંગ્રેસે ‘સસ્તી દારૂ, મહેંગા તેલ’ના સુત્રોચ્ચાર કર્યા, પોલીસે કાર્યકરોની અટકાયત કરી


રાજકોટનાં પરાબજાર ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેલના ડબ્બા સાથે સીંગતેલના ભાવ વધારા સામે કોંગ્રેસી મહિલાઓએ રોષ પ્રગટ કર્યો હતો. ‘સસ્તી દારૂ મહેંગા તેલ’, ‘હાય રે ભાજપ હાય’નાં નારા લગાવી સરકાર ઉપર રોષ ઠાલવ્યો હતો. જોકે આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને દેખાવો કરી રહેલી તમામની અટકાયત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.