રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે વાત કરીએ બોટાદ સાથે જોડાયેલા તેમના સંસ્મરણોની - At This Time

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે વાત કરીએ બોટાદ સાથે જોડાયેલા તેમના સંસ્મરણોની


રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીનો બોટાદ સાથે અનેરો સંબંધ રહ્યો હતો. ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એટલે રાણપુર. રાણપુરમાં લીમડાના વૃક્ષ હેઠળ બેસી શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક શોર્યગીતો અને આઝાદી માટે જોમ અને જુસ્સો જન્માવતાં લેખો લખ્યાં હતા. રાણપુરમાં ગાંધીજી, એ.ડી.શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ સાથે મળીને સ્વતંત્રતા મેળવવા માટેની ચર્ચાઓ કરી હતી.સ્મશાન છાવણીમાં ઝવેરચંદ મેઘાણી અને તેમનાં તમામ સાથીઓ રાત્રે એકઠા થતાં અને ત્યારબાદ ધોલેરા માટે કૂચ કરતાં હતાં. રાણપુર અને બોટાદવાસીઓએ આઝાદીની લડતમાં અનેરો ફાળો આપ્યો હતો.
ત્યારે ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ગુજરાત સરકાર દ્વારા બોટાદમાં ટૂંક જ સમયમાં શરૂ થનારા સરકારી પુસ્તકાલયનું નામકરણ કરવામાં આવ્યું હતું અને મેઘાણીને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.