ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારતા સ્કૂટર સવારનું મોત - At This Time

ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારતા સ્કૂટર સવારનું મોત


 વડોદરા,કોયલી ઉંડેરા રોડ પર ટેમ્પો ચાલકે સ્કૂટર સવારને પાછળથી  ટક્કર મારતા તેઓનું  સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.મૂળ કેરાલાના અને  હાલમાં ગોરવાની ઉદયપાર્ક સોસાયટીમાં રહેતા વર્ગીસ એબ્રાહમ નંદેસરી જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે.ગઇકાલે તેઓ નોકરી પર સ્કૂટર લઇને ગયા હતા.સાંજે પાંચ વાગ્યે નોકરીથી છૂટીને તેઓ ઘરે જતા હતા.તે સમયે કોયલી થી ઉંડેરા તરફ જવાના રોડ પર એક ટેમ્પો ચાલકે તેઓના સ્કૂટરને પાછળથી ટક્કર મારતા રોડ પર ફંગોળાયા હતા.વર્ગીસ એબ્રાહમને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.અને સ્થળ પર જ તેઓનું મોત થયું હતું.અકસ્માત પછી ટેમ્પો ચાલક સ્થળ પર જ ટેમ્પો છોડીને ભાગી ગયો હતો.જે અંગે જવાહર નગર  પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો  દાખલ  કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.