સુરતમાં એક મહિનામાં 4.60 લાખ લોકોએ સુમન પ્રવાસ ટિકિટથી મુસાફરી કરી
- ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ થાય તો પર્યાવરણની જાળવણી માટે વધુમાં વધુ સામુહિક પરિવહનનો ઉપયોગ કરે તે માટે પાલિકાનો પ્રયાસને સારો પ્રતિસાદસુરત, તા. 28 ઓગસ્ટ 2022 રવિવારસુરતના લોકો સીટી બસ કે બીઆરટીએસ બસમાં એક જ ટિકિટમાં અનલિમિટેડ મુસાફરી કરે તે માટેની પાલિકાની યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યોજના જાહેર કરીને એક મહિના દસ દિવસમાં જ 4. 60 લાખ કરતાં વધુ લોકોએ સુમન પ્રવાસ ટીકીટ નો લાભ લીધો છે. હાલના આ પ્રતિસાદ જોતા આગામી દિવસોમાં સુરત પાલિકાની આ યોજનાનો વધુ લોકો લાભ ઉઠાવે તેવું કહેવાય રહ્યું છે. સુરત મ્યુનિ. વિસ્તારમા વધતાં જતાં વાહનો વચ્ચે પર્યાવરણની જાળવણી માટે પાલિકા તંત્રએ સામુહિક પરિવહન સેવાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટેનો કરેલો પ્રયાસ સફળ થતો જોવા મળી રહ્યો છે. સુરત પાલિકાએ સીટી અને બીઆરટીએસ બસ સુવિધા શરૂ થયા બાદ રોજના બે લાખ કરતાં વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. પાલિકાના સામુહિક પરિવહન સેવામાં વધુ મુસાફરી કરનારા મુસાફરો માટે પાલિકાએ 21 જુલાઈથી સુમન પ્રવાસ ટિકિટ સુવિધા શરૂ કરી હતી. સુરત મહાનગરપાલિકાની યોજાયેલ સુરત સીટીલિંક લિ.ની 35મી બોર્ડ મીટિંગમાં મંજુર થયા મુજબ જાહેર પરિવહન સેવામાં .25/ રૂપિયા ની સુમન પ્રવાસ ટિકિટ દ્વારા આખા દિવસ દરમિયાન અનલિમિટેડ મુસાફરોની સુવિધા શરુ કર્યા ને એક મહિનો દસ દિવસ જેટલો સમય થયો છે પણ આટલા સમયમાં 4.60 લાખ લોકો એ 25 રૂપિયા ની સુમન પ્રવાસ ટીકીટ કઢાવી દિવસ દરમિયાન અનલિમિટેડ મુસાફરી કરી છે. સુરત શહેરમાં માર્કેટિંગ કે ઘર ઘર ફરીને સામાન વેચતાં લોકો માટે સુમન પ્રવાસ ટીકીટ આર્શીવાદ રુપ સાબિત થઈ રહી છે. માત્ર 25 રૂપિયામાં આખા સુરત શહેરમાં આ લોકો મુસાફરી કરી શકે છે. સવારથી સાંજ સુધી એક ટિકિટ લઈને સુરત શહેરના એક છેડાથી બીજા છેડા સુધી ધંધો કરનારાને લાભ થઈ રહ્યો છે. પાલિકાએ ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો થાય અને પર્યાવરણની જાળવણી થાય તે માટે શરુ કરેલી આ યોજના આગામી દિવસોમાં વધુ લોકો ઉપયોગ કરે તેવી શક્યતા રહેલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.