અતિભારે વરસાદ ને પગલે કુવા ધરાશાયી થવાના બનાવો.દિન પ્રતિદિન વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા - At This Time

અતિભારે વરસાદ ને પગલે કુવા ધરાશાયી થવાના બનાવો.દિન પ્રતિદિન વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા


સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા મા કુંવા ધસદાઈ જવાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે અને આના પગલે ખેડૂતો મા ચિંતા વધતી જાયછે સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ આશરે 15 થી 20 આસપાસ કુવા ધરાશાયી થયા હોવાનું જાણવા મળેલ છે
શનિવાર ના રોજ બપોર ના સમયે ભલુસના ગામના ખેડૂત નામે દલપતસિંહ સોલંકી ના ખેતર મા અચાનક કૂવો ધરાશાયી થતા નોંધારા નો આધાર બની ગયા છે ખેડૂતો મા દિન પ્રતિદિન ચિંતાઓ વધતી જાય છે સારા પ્રમાણમાં વરસાદ ના કારણે ખેતી નો પાક ફેલ ગયો છે તો બીજી બાજુ કુવા બુરાઈ ગયા છે ખેડૂત કરે તો શુ કરે બિચારો...તંત્ર દ્વારા ખેડૂતો ના ખેતરો મા તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર અપાય એવી માગ ઉઠવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.